News of Monday, 8th September 2025
ખાડા બુરી કામગીરીનો સંતોષ માનતું મનપા!

શહેરભરમાં ખાડા રાજથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તંત્ર દ્વારા ચોમાસામાં પેચ વર્ક થઇ શકે તેવા મશીન હોવા છતાં કામગીરી ન થતી હોવાથી પણ નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. મશીનનો મર્યાદીત ઉપયોગ કરી મનપા દ્વારા મેન પાવરથી કામ કરાવી રસ્તા ઉપરના ખાડા બુરી કામગીરી કરવાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. જો કે આ થીગડા કેટલું ટકશે એ કોઇને ખ્યાલ નથી...! (તસ્વીર : અશોક બગથરીયા)
(3:39 PM IST)










