તા. ૨૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૩ બુધવાર
News of Monday, 8th September 2025
અગ્નિકાંડના કેસમાં જયદીપ ચૌધરી અને રોહીત વિગોરાની ડીસ્ચાર્જની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધીઃ ડીસ્ચાર્જ અરજી રદ થતા બંને આરોપી સામે ટ્રાયલ ચાલશે

રાજકોટ, તા. ૮: રાજકોટમાં તા. ર૭ નિર્દોષ લોકોનો ભોગ લેનાર ગોજારા અગિ્નકાંડના કેસમાં સંડોવાયેલા ટાઉન પ્લાનીંગ એન્જીનીયર જયદીપ ચોધરી અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રોહિત વિગોરાએ કેશમાંથી ડીસ્ચાર્જ કરવા કરેલ અરજીને ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એલ. એસ. પીરઝાદાએ આજે બપોરે ફગાવી દીધી છે.
આ અગાઉ બન્ને આરોપીઓએ સેસન્સ કોર્ટ રાજકોટમાં કેસમાંથી ડીસ્ચાર્જ કરીને છોડી મુકવાની અરજી કરી હતી જે અરજીને રાજકોટ ઁસેસન્સ કોર્ટે રદ કરતા બન્ને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ બંને આરોપીઓની અરજી ઉપર છેલ્લા ઘણા સમયથી હાઇકોર્ટે સુનવણી ચાલતી હતી જેમાં પક્ષકારો અને પીડીતો તરફે થયેલ રજુઆત બાદ હાઇકોર્ટે આજે બપોર ૨-૩૦ કલાકે જયદીપ ચોૈધરી અને રોહિત વિગોરાની ડીસ્ચાર્જ અરજી ને નકારી કાઢતા હવે આ બંને આરોપીઓ સામે કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થયો છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. વિરાટ પોપટ તથા પીડીત પરીવાર-વતી રાજકોટના એડવોકેટ નરેન્દ્રસિંહ આર. જાડેજા, ભાવેશ હજારે, રમેશ જાદવ, પદમીનીબેન પરમાર, કીર્તી હડીયા વગેરે રોકાયા હતા.(૬.ર૧)
(4:02 PM IST)










