News of Monday, 8th September 2025
આવતીકાલે ક્ષત્રિય અગ્રણી સ્વ.પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)ની
પ્રથમ પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પ- શ્રધ્ધાંજલી સભા : હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ખાતે સવારે ૯ થી ૧માં મોટી સંખ્યામાં ક્ષત્રિય વિદ્યાર્થીઓ અને જ્ઞાતિજનોને ઉમટી પડવા અપીલ

રાજકોટ તા.૮: સમાજના અગ્રણી અને સર્વવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા, શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલયના પૂર્વ ગળહપતિ, પૂર્વ ટ્રસ્ટી, કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ગરાસિયા એસોસિએશનના પૂર્વ પ્રમુખ, ગુજરાત જમીન વિકાસ બેંકના પૂર્વ વાઈસ ચેરમેન સ્વ. પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા) ની પ્રથમ પુણ્યતિથી આવતીકાલે તા. ૦૯-૦૯-૨૦૨૫, મંગળવારના રોજ છે. આ નિમીતે રકતદાન કેમ્પ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે શ્રી પ્રવિણસિંહજી (સોળીયા) હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ, શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય તથા કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ગરાસિયા એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા રક્તદાન શિબિર યોજવામાં આવશે.
કાર્યક્રમ તા. ૦૯-૦૯-૨૦૨૫, મંગળવાર, સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ સુધી યોજાશે. કાર્યક્રમનું દીપ પ્રાગટય ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી (રાજકોટ) ના વરદહસ્તે કરવામાં આવશે.
સંબંધિત તમામ ભાઈબંધો, મિત્રો અને સમાજને વિનમ્ર વિનંતી છે કે આ શ્રદ્ધાંજલિ સમારોહ તથા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પવા તથા માનવતાની સેવા માટે સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી અકિલા પ્રેસ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી પરબતસિંહ જાડેજા, ટ્રસ્ટીઓ સર્વશ્રી દૈવતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ સરવૈયા, હરિચંદ્રસિંહ જાડેજા, મહામંત્રી દેવેન્દ્રસિંહ ગોહિલ, મંત્રી જયદિપસિંહ જાડેજા અને ગૃહપતિ રણવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી.
(4:53 PM IST)










