News of Monday, 8th September 2025
સહિયર ક્લબની સિલ્વર જ્યુબિલી વર્ષમાં એન્ટ્રીઃ યાદગાર બનાવાશે
નર્વિવાદ...સાતત્યપૂર્વક અને મર્યાદાસભર રાસોત્સવ એટલે ‘સહિયર રાસોત્સવ' : માતાજીને પાલખીમાં બેસાડી સ્થાપન કરાશે, મહાઆરતી, આતશબાજી, લેઝરશો, કેક્કટીંગ સહિત દરરોજ અવનવા કાર્યક્રમોઃ રેસકોર્ષ ખાતેના ગ્રાઉન્ડમાં રોજ ૧૦ હજાર ખેલૈયાઓ એકસાથે રાસગરબાની રમઝટ બોલાવશેઃ સુરેન્દ્રસિંહ વાળા અને તેની ટીમ ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષે કંઈક નોખુ અનોખું આયોજન કરતું સહિયર ક્લબનો આ વખતે સિલ્વર જ્યુબિલી વર્ષમાં પ્રવેશ થયો છે. આ વર્ષે જાજરમાન ઉત્સવ ઉજવાશે તેમ ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ અકિલા કાર્યાલયે જાહેરાત કરી છે.
તેઓ જણાવે છે કે આ વખતે કંઈક યાદગાર આયોજન બને તેવું કરી રહ્યા છીએ. માતાજીની મૂર્તિને પાલખીમાં બેસાડી સ્થાપન કરવામાં આવશે. તો મહાઆરતી, આતાશબાજી, લેઝરશો, કેક્કટીંગ જેવા દરરોજ અવનવા કાર્યક્રમો યોજાશે.
સુરેન્દ્રસિંહ વાળા જણાવે છે કે સહિયર ક્લબ માટે ૨૦૨૫નું વર્ષ ‘‘ખાસ'' બની રહેશે.. સતત ૨૪ વર્ષ સફળતા પૂર્વક.... નિર્વિવાદ...સાતત્ય પૂર્વક રાજકોટને એક મર્યાદાસભર રાસોત્સવ આયોજન આપી - સહિયર ક્લબ આ વર્ષે ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી - સિલ્વર જ્યુબિલી વર્ષ ઉજવશે.
વીતેલા સમયના કેલેન્ડરમાં જોઈએ તો પી. ડી. માલવિયા કોલેજ સામેના પટાંગણ માં ‘‘રજવાડી'' નામ થી શરૂ થયેલ સહિયર ક્લબનું સુકાન શ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સફળ રહ્યા બાદ દર વર્ષે ખેલૈયાઓને પ્રિય કલાકારો અને વાદકોને મંચ ગજાવવા નિમંત્રિત કરાતા. સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ગાયકો અને આયોજન માટેની ચીવટ અને કાળજી તથા સિક્યોરેટીના કારણે સહિયર લોક હૃદયમાં સ્થાન પામવામાં સફળ રહ્યું.
પ્રત્યેક વર્ષ કઈક શીખવી જાય એ શીખતા શીખતા દર વર્ષે નાવિન્યસભર ફેરફારો લાવવામાં આવ્યા. ડોમના બદલે હાઇટેક ટ્રસ લાઈટિંગ, ડેસ્કટોપ સાઉન્ડના બદલે લાઇન એરે, સીમિતના બદલે વિશાળ ગ્રાઉંડ, કાંકરાને ધૂળ પર રમતા ખેલૈયાઓની વ્યથા સમજી ગ્રાઉંડ ફલોરિંગ શરૂ કરવામા આવ્યું...
નવા આયોજનો માટે સહિયર હંમેશા પ્રેરણા દાયક અને અનુસરણીય બની રહ્યું. વર્ષ ૨૦૧૫ માં વિશ્વવિખ્યાત ‘‘કિર્તીદાન ગઢવી''ને સહિયરમાં બૂક કરવાનું સાહસ પછી જ્યારે આવા લોકભોગ્ય ગાયક ૨૦૧૬માંના હોય તો પણ સહિયર ક્યારેય ખેલૈયાઓને નિરાશ નથી થવા દીધા.
કોરોના લોકડાઉન સમયે પણ જ્યારે જાહેર કાર્યક્રમો બંધ હતા ત્યારે ‘‘ઓનલાઈન નવરાત્રી'' કરી. ગાયકો, વાદકો, ટેકનિશિયન તમામ ને પુરસ્કાર આપી ને આયોજકો એ ઉદાહરણ પુરુ પાડયું કે નવરાત્રી ‘‘કમાવા'' નો તહેવાર નથી. કારણ કે સતત બે વર્ષ ‘‘ઓનલાઇન સહિયર રાસોત્સવ'' આયોજકોએ ‘‘સ્વખર્ચે'' કોઈ સ્પોન્સરશીપ વિના કરી બતાવ્યો હતો...
ચાલો પડતા.... આખડતા.... સાચવતા.... બચતા પણ રમતા રમતા ૨૪ વર્ષ પૂરા થયા છે અને આ વર્ષે ભવ્યાતિભવ્ય ‘‘સિલ્વર જ્યુબિલી યર'' ઉજવવા સહિયરમાં તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે.
સહિયર ક્લબના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ સૌરાષ્ટ્ર ના રાસ રસિયાઓ ખેલૈયાઓને સિલ્વર જ્યુબિલી મહાઉત્સવમાં જોડાવા આહવાન કર્યું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સહિયર ક્લબના આગેવાનો સર્વશ્રી સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, પ્રકાશભાઈ કણસાગરા, કુષ્ણપાલસિંહ વાળા, જયદિપભાઈ રેણુકા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
પાસ માટે સંપર્ક
સહિયર ક્લબ,
૩૧૨, સિલ્વર ચેમ્બર,
ટાગોર રોડ,
અતુલ મોટર્સની સામે,
રાજકોટ.
મો.૮૯૮૦૦ ૨૧૩૨૧
(4:56 PM IST)










