News of Tuesday, 9th September 2025
‘હેલ્મેટ'નો પ્રચંડ પ્રજા વિરોધ વચ્ચે રાજકોટના ચારેય ધારાસભ્યો હર્ષ સંઘવીને આજે મળશે
રાજકોટ બંધના એલાનની તૈયારી?

રાજકોટ : હેલ્મેટના પ્રચંડ લોક વિરોધ વચ્ચે આજે સાંજે રાજકોટના ચારેય ધારાસભ્યો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને મળી રહ્યાનું જાણવા મળે છે. રાજકોટની જનતામાં આકરો રોષ નજર સમક્ષ રાખી ફરજીયાત હેલ્મેટ પહેરવા અંગેની આકરી અમલવારી નહિં કરવાની માંગણી કરાશે : દરમિયાન હેલ્મેટ વિરોધી સત્યાગ્રહ સમિતિના નેજા હેઠળ આગામી દિવસોમાં હેલ્મેટના કડક અમલના વિરોધમાં રાજકોટ બંધનું એલાન આપવાની હિલચાલી શરૂ થયાનું જાણવા મળે છે
(1:03 PM IST)










