તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 9th September 2025
એન'જોય લેડીઝ ક્લબ દ્વારા ૧૨મીએ ઓપન રાજકોટ કૂકીંગ કોમ્પિટીશનઃ ૧૦ મિનિટ પ્રેઝન્ટેશન
બહેનોએ પંજાબી શાક, કાઠીયાવાડી શાક ઘરેથી લાવવાના રહેશેઃ ઈનામો અપાશે

રાજકોટઃ એન'જોય લેડીઝ ક્લબ દ્વારા પેસીફીક જ્વેલર્સના સહયોગથી ઓપન રાજકોટ કુકીંગ કોમ્પીટીશનનું આયોજન તા.૧૨/૦૯ શુક્રવારના રોજ બપોરે ૩ વાગ્યાથી હોટલ કાઠીયાવાડી જલસા, મોટામવા કાલાવડ રોડ, ખાતે કરવામાં આવેલ છે.
જેમાં બે કેટેગરી પંજાબી શાક, કાઠિયાવાડી શાક રાખવામાં આવેલ છે. આ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઈચ્છુક મહિલાઓ બંનેમાંથી કોઇ એક અથવા બંનેમા ભાગ લઈ શકે છે. આ બંને ડીશ ઘરેથી જ તૈયાર કરી લઈ આવવાની રહેશે. તેમજ સ્થળ ઉપર ૧૦ મીનીટ નો પ્રેઝન્ટેશનનો સમય આપવામાં આવશે.
ભાગ લેવા માટે બહેનોએ દિવ્યાબેન સાયાણી એન'જોય લેડીઝ ક્લબ પ્રેસીડેન્ટ ૯૯૧૩૬૭૬૩૯૪, રચનાબેન રૂપારેલ ઈવેન્ટ કોર્ડીનેટર ૮૯૮૦૬૬૯૯૫૭ નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
આ કોમ્પીટીશનની એક કેટેગરીની ફી રૂ.૧૫૦ રાખવામાં આવેલ છે. દરેક સ્પર્ધકોને મધુર ખાંડ તરફથી ખાંડ, દાવત કોલ્ડ્રીંક તરફથી કોલ્ડ્રીંક, જલારામ સેલ્સ એજન્સી તરફથી હર્બલ શેમ્પુ, અરીહંત ઈન્વેસ્ટમેન્ટ તરફથી બેગ, ગોપાલ ચા તરફથી સેમ્પલ પેક આપવામાં આવશે.
વિજેતાઓને શ્રેય મલ્ટી સ્પેશ્યાલીટી ડેન્ટલ ક્લીનીક વિકાસ નોનસ્ટીક, રીચ વેલી અ હેન્ડ પીક કલેકશન, પેસીફીક જ્વેલર્સ તરફથી ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષમાં રઘુવંશી મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, શિક્ષણ સમીતી ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, હર્ષલભાઈ માંકડ, મેહુલભાઈ રવાણી ઉપસ્થિત રહેવાના છે.
આયોજનને સફળ બનાવવા એન'જોય લેડીઝ ક્લબના પ્રેસીડેન્ટ દિવ્યાબેન સૈયાણી તથા ઈવેન્ટ કોર્ડીનેટર રચનાબેન રૂપારેલ સાથે સહયોગી બહેનો ઈશાબેન, હિનાલીબેન, જ્યોતીબેન, ડોલીબેન, રચનાબેન, દિવ્યાબેન જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:05 PM IST)










