News of Tuesday, 9th September 2025
રણુજા મંદિર પાસે ઝૂપડામાં રહેતાં જસુબેન જખાનીયા પર પથ્થરમારો
દિકરો નવુ ઝૂપડુ બનાવવા ખાડા ખોદતો હોઇ ભરતભાઇ સહિતે ઝઘડો કરી હુમલો કર્યો

રાજકોટ તા. ૯: કોઠારીયા રણુજા મંદિર નજીક લાપાસરી રોડ પર ઝૂપડામાં રહેતી જસુબેન રામજીભાઇ જખાનીયા (ઉ.વ.૪૦) નામના મહિલાને નજીકમાં પ્લોટ ધરાવતાં ભરત નામના શખ્સે તથા અજાણ્યા શખ્સે મળી ઢીકાપાટુનો માર મારી પથ્થરમારો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જસુબેને જણાવ્યું હતું કે તે અને પરિવારજનો છુટક મજૂરી કરે છે. તેનો દિકરો રાયધન નજીકમાં નવુ ઝૂપડુ બનાવવા સરકાર ખરાબામાં ખાડા ખોદતો હતો ત્યારે ભરતભાઇ સહિતે અહિ ખાડા કેમ ખોદે છે? કહી ગાળો દેતાં પોતે સમજાવવા જતાં પોતાના પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો.
(2:18 PM IST)










