News of Tuesday, 9th September 2025
હેલ્મેટ મુદે જનજાગૃતિના કાર્યક્રમો કરાશે, લોકોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતાઃ ડો.દર્શીતા શાહ

રાજકોટઃ હેલ્મેટમાંથી મુકિત આપવા અને નિયમો હળવા કરવા મામલે આજે રાજકોટના ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ અને ડો. દર્શીતાબેન શાહ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.લોકો હેલ્મેટના માધ્યમથી સુરક્ષીત રહે તે જરૂરી છે હેલ્મેટ મુદે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.
(3:27 PM IST)










