<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

જન્‍મ-મરણ વિભાગનો જુનો ડેટા ગાયબ ! કામગીરી ખોરંભેઃ દેકારો

અરજદારોને સુધારા-વધારામાં ભારે હાલાકી : અપડેટ થવામાં સમય લાગશે તંત્ર દ્વારા રાજયમાંથી કેન્‍દ્ર સરકારના પોર્ટલમાં જવાથી સેવામાં ખોટકો સર્જાયો

રાજકોટ તા.૯: મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગ માટે સિવિલ રજિસ્‍ટ્રેશન સીસ્‍ટમ પોર્ટલનો પ્રારંભ કર્યા બાદ બાકીના વર્ષોના ડેટા રીકવર ન થતા જન્‍મ-મરણના દાખલામાં સુધારા વધારા માટે આવતા લોકોની ેકામગીરી અટકી પડી છે. જૂનો ડેટા અપડેટ થતા સમય લાગશે પરંતુ હાલ કામગીરી થઇ શકે તેમ ન હોય અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.

રાજ્‍યમાં ૧ સપ્‍ટેમ્‍બરથી જન્‍મ-મરણની નોંધણી આરોગ્‍ય વિભાગ દ્વારા સંચાલિત ઇ-ઓળખ એપ્‍લિકેશનના બદલે કેન્‍દ્ર સરકારના (સિવિલ રેજિસ્‍ટ્રેશન સિસ્‍ટમ) પોર્ટલ પર શરૂ કરી દેવામા આવી છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી અપલોડની કામગીરી શરૂ ન થતાં જન્‍મ મરણના નવા દાખલા નીકળવાનું અને જૂના દાખલામાં સુધારા-વધારા બંધ થતાં રાજકોટ સહિત રાજ્‍યભરમાં ભારે દેકારો બોલી ગયો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની કચેરીમાં જન્‍મ અને મરણના દાખલા કઢાવવા અને તેમાં સુધારા કરવા માટે જતાં દરરોજ હજારો અરજદારોને ધરમધક્કા થતા હોવાથી આ સોફ્‌ટવેરથી લોકોની સુવિધા વધવાના બદલે હેરાનગતિ વધી હોવાનું ચિત્ર ઉપસ્‍યું છે. અને દૂર દૂર થી આવતા અરજદારો છેલ્લા એક સપ્તાહથી પરેશાન થઇ રહ્યા છે. છતા સરકાર દ્વારા આ મુદ્દે આજ સુધી કોઇ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જન્‍મ-મરણ વિભાગમાથી જાણવા મેળલ છે.

નવું પોર્ટલ જન્‍મ મરણના બનાવની નોંધણીને વધુ સરળ અને સુવ્‍યવસ્‍થિત બનાવશે તેવો દાવો કરવામાં આવ્‍યો હતો. આ નવા ફેરફાર માટે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાઓના જન્‍મ-મરણ વિભાગના રજિસ્‍ટ્રારને ખાસ તાલીમ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, ગ્રામપંચાયતો, સરકારી અને ખાનગી હોસ્‍પિટલોના સ્‍ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવા તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

(3:56 PM IST)