<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

સમય તમારા હાથમાં છે, તેનો ખરો ઉપયોગ કરશો તો મનગમતું મોજીલું જીવન જીવી શકશો

‘અમારે તો શબ્‍દો જ કંકુને ચોખા' કાર્યક્રમઃ જય વસાવડાના હસ્‍તે લાઈબ્રેરીનું ઉદ્‌ઘાટન

રાજકોટઃ શ્રી એસ.વી.વિરાણી કોલેજમાં ‘અમારે તો શબ્‍દોજ કંકુને ચોખા' આ કાર્યક્રમ અંતર્ગત દિવસે છેલ્લા પચ્‍ચીસ વર્ષથી લખતા જાણીતા કટાર લેખક,  વિશ્‍વનો પ્રવાસ કરનાર, શબ્‍દ અને પ્રેમના નિત્‍ય પ્રવાસી શ્રી જય વસાવડાના હાથે દીપ પ્રાગટય કરીને લાઈબ્રેરીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્‍સીપાલ ડો.બીના ત્રિવેદી, વિરાણી ગ્રન્‍ટેડ સ્‍કૂલના પ્રિન્‍સિીપાલ શ્રી ડોડીયા તેમજ સેલ્‍ફ ફાઈનાન્‍સ સ્‍કૂલના પ્રિસીપાલ શ્રી મિતલ બહેન તથા સમગ્ર કોલેજ સ્‍ટાફ જોડાયા હતા.

જયભાઈ એટલે માસુમીયતનો પર્યાય, એક હરતું-ફરતું પુસ્‍તકાલય, જલસાનો માણસ, આખાય ભારતનું ગૌરવ તેમજ હવે તો વિશ્‍વમાં ‘જય હો'નો નાદ ગુંજે છે.

વાંચન, વિચાર અને વાણીના આ ત્રિવેણી સંગમના પવિત્ર પ્રવાહમાં ભારતીય-પાશ્‍ચાત્‍ય સાહિત્‍ય જગતના અનેક ઉદાહરણો સાથે વાંચન જીવનમાં કેટલું જરૂરી છે તેવી હૃદયસ્‍પર્શી વાત રજૂ કરી. શ્રી કૃષ્‍ણનું ઉદાહરણ આણીને કહ્યું કે તૈયાર રાજગાદી ન લઈએ પણ કાંડામાં કૌવત હશે તો કેટલીય હુકમણી મળી રહેશે. અને પોતાની મહેનતથી સોનાની દ્વારીકા બનાવો.

મોબાઈલના વધારે પડતા ઉપયોગમાં સમય બરબાદ ન કરતાં વાંચન તરફ વળતા કહ્યું કે આજે સમય તમારા હાથમાં છે તેનો ખરો ઉપયોગ કરશો તો મન ચાહ્યું મોજીલું જીવન જીવી શકશો. જીવનમાં ક્‍યા ટકવું, ક્‍યા અટકવું તે વિવકે ભાન હોવું જોઈએ. વિશેષ સચિન તેંડુલકર, કાંબલી, ઝુમ્‍બર્ક, શાહરૂખ ખાન, અમિતાભ બચ્‍ચન, હરિવંશરાય બચ્‍ચન જેવી વ્‍યક્‍તિઓને યાદ કરીને કહ્યું હતું કે જે કામ કરીએ તે સંપૂર્ણ મનથી કરીએ. આવી અનેક નવી વાતોથી વિદ્યાર્થીઓને નવી દીશા દર્શન કરાવ્‍યું.

‘my life id my word' જેવું જીવતા જયભાઈ એવી વ્‍યક્‍તિ છે જ્‍યાં હદ, સરહદ, પરીઘ, હાંસિયો, પરિમિતતા, મર્યાદા બધું ઓગળી જાય. આવા સ્‍નેહાળ, સ્‍નેહભાવથી છલકાતા વ્‍યક્‍તિ માટે શબ્‍દો ઓછાં પડે. શબ્‍દનું શું ગજુ કે બધુ વ્‍યક્‍ત કરી શકે.

કાર્યક્રમને સફળ બનાવવા સર્વ વિદ્યાર્થીઓ, કૃતિબેન છાયાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:12 PM IST)