<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

પોલીસની અલગ અલગ ‘શી' ટીમોની કામગીરી

વૃધ્‍ધાશ્રમની મુલાકાત, એક વૃધ્‍ધાને હેરાન કરતાં પડોશીઓથી છુટકારો અપાવાયોઃ એક વૃધ્‍ધાને આશરો અપાવ્‍યોઃ દક્ષાબેન, વિમલકુમારી, જાગૃતિબેન, સુજાતાબેન સહિતની કાર્યવાહી

 

રાજકોટઃ શહેર પોલીસની અલગ અલગ ‘શી' ટીમો દ્વારા અલગ અલગ શાળા, કંપની, મોલ ખાતે પહોંચી વિદ્યાર્થીનીઓને, મહિલાઓને જાગૃત કરવાની પ્રવૃતિની સાથે સાથે સિનીયર સિટીઝનની સારસંભાળ, મદદ કરવાની કામગીરી પણ થતી રહે છે. રતનપર ગામે વૃધ્‍ધાશ્રમની મુલાકાત લઇ સિનીયર સિટીઝનોને શી ટીમના કર્મચારીઓએ પરિવારના સદસ્‍યની જેમ વાતો કરી સાંત્‍વના પાઠવી હતી અને કોઇપણ મદદનની જરૂર હોય તો જણાવવા માટે ફોન નંબર અપાયા હતાં. આ રીતે એક કંચનબેન નામના વૃધ્‍ધા રસ્‍તા પર મળતાં તેમને આશ્રયની જરૂર હોઇ શી ટીમે વ્‍યવસથા કરાવી રતનપર આશ્રમમાં પહોંચાડયા હતાં. તેમજ એક સિનીયર સીટીઝને ભક્‍તિનગર પોલીસમાં અરજી કરી પડોશી હેરાન કરતાં હોવાનું જણાવતાં શી ટીમે ત્‍યાં પહોંચી પડોશીઓને સમજાવ્‍યા હતાં અને વૃધ્‍ધાને હવે પછી હેરાનગતી નહિ થાય તેવી ખાત્રી અપાવાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં શી ટીમોના ઇન્‍ચાર્જ દક્ષાબેન, વિમલકુમારી, જાગૃતિબેન, સુજાતાબેન સહિતે આ કામગીરી કરી હતી.

(2:21 PM IST)