<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

બીસીએની છાત્રાને પરાણે સંબંધ રાખવા ધમકી આપી હેરાન કરતા શખ્‍સને કાયદાનું ભાન કરાવતી પોલીસ

યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો અને હોસ્‍ટેલની આજુબાજુ આંટાફેરા કરી હેરાન કરતો'તોઃ ૧૮૧ અભયમની ટીમે શખ્‍સને પકડી માફી મંગાવી

રાજકોટ તા. ૧૧: રાજકોટમાં હોસ્‍ટેલમાં રહી બીસીએનો અભ્‍યાસ કરતી યુવતીને પરાણે સંબંધ રાખવા માટે તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતા શખ્‍સને પોલીસની ૧૮૧ અભયમની ટીમે તેને પકડી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

મળતી વિગત મુજબ ૧૮૧ અભયમ ને કોલ મળતા અભયમ ટીમના કાઉન્‍સેલર તળપ્તિ પટેલ મહિલા કોન્‍સ્‍ટેબલ શિલ્‍પાબેન અને પાયલોટ શ્‍યામભાઈ   સ્‍થળ પર પહોંચી  ટીમ દ્વારા યુવતીનું કાઉન્‍સિલિંગ કરતા જાણવા મળ્‍યું કે યુવતી ગામડેથી અહીંયા શહેરમાં બીસીએનો અભ્‍યાસ કરવા માટે રહેતા હોય  ચારેક વર્ષથી રહેતી હોય  બે વર્ષથી તેમને અહીંયા એક શખ્‍સ સાથે ઇન્‍ટ્રાગ્રામ મારફતે મિત્રતા થઈ ગયેલ અને બે વર્ષ સુધી રિલેશનશિપ રહી ત્‍યારબાદ યુવતીને યોગ્‍ય ન જણાતા તે યુવક સાથે સંપર્ક છોડી દીધો છતાં તે શખ્‍સ છાત્રાને  તેમના બંનેના પર્સનલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ  કરવાની ધમકી આપતો હતો.

ઉપરાંત સોશિયલ મીડિયા પર છાત્રાના નામનું આઈડી બનાવી મિસ યુઝ કરતો હતો અને છાત્રા જે હોસ્‍ટેલમાં રહેતી  તે હોસ્‍ટેલની આજુબાજુ આ શખ્‍સ વારંવાર ફરકતો હોય આમ યુવતી સંબંધ રાખવા માંગતા ન હોય તેમ છતાં આ શખ્‍સ યુવતીને વારંવાર  ત્રણ માસથી ત્રાસ આપતો હોય તેથી છાત્રાએ  કંટાળીને અભયમ ટીમ ની મદદ માંગી હતી. ત્‍યારબાદ ૧૮૧ની ટીમે યુવતી પાસે હકીકત જાણ્‍યા બાદ તે શખ્‍સ સ્‍થળ પર હાજર ન હોય તેથી ટીમ દ્વારા તે શખ્‍સને સ્‍થળ પર બોલાવી કાયદાનું ભાન કરાવી યુવતીનાં યુવક સાથેના  પર્સનલ ફોટા મોબાઇલ માંથી ડીલીટ કરાવ્‍યા. ત્‍યારબાદ યુવતીનું સોશિયલ મીડિયા પર આઈડી યુઝ કરતા હતા તે મોબાઇલ માંથી રીમુવ કરાવેલ અને ત્‍યારબાદ ટીમ દ્વારા તે શખ્‍સને કડક ભાષામાં સમજાવી યુવતી ને હવે પછી હેરાનગતિ ન કરે એ બાબતે જણાવેલ આમ ટીમ દ્વારા કડકાઈથી સમજાવ્‍યા બાદ તે શખ્‍સે પોતાની ભૂલ સ્‍વીકારી અને હવે પછી યુવતી ને  હેરાનગતિ કરશે નહીં અને તેમના રસ્‍તામાં આવશે નહીં તેવી ખાતરી  આપી યુવતી પાસે માફી માંગેલ ત્‍યારબાર યુવતીને અભયમ ટીમની કાર્યવાહી થી સંતોષ થતા આગળની કાર્યવાહી કરવાનું ટાળ્‍યું હતું.

અંતે યુવતીએ પોતાની સમસ્‍યાનું સ્‍થળ પર જ સુખદ નિરાકરણ આવતા અભયમ ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(2:25 PM IST)