<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટમાં શરતભંગ સાબીતઃ આકરો દંડ-કાર્યવાહી

BAPS સંસ્‍થાને ૧૦ હજાર ચો.મી. જમીન શૈક્ષણિક હેતુ માટે અપાઇઃ પરંતુ ત્‍યાં બગીચો-સ્‍વીમીંગ પુલ-રેસ્‍ટોરન્‍ટ ખડકી દીધા :કલેકટરે ઠરાવ ઉપર કેસ લીધોઃ આજે બપોર બાદ કે કાલે ચૂકાદોઃ લાખોનો દંડઃ ૧૦ વર્ષની આખી બાબતો આવરી લેવાઇ...

 

રાજકોટ તા. ૧૧: શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ BAPS સંસ્‍થાના પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટની ૧૦ હજાર ચો.મી. જગ્‍યા ઉપર શરતભંગ સાબીત થઇ ગયું છે, મામલતદાર અને રાજકોટ સીટી પ્રાંત-રના રીપોર્ટ બાદ રાજકોટ કલેકટરે આ કેસ હાથ ઉપર લઇ ૩ થી ૪ વખત સુનાવણીઓ હાથ ઉપર લીધી હતી, આ સૂનાવણીઓ પૂરી થઇ છે, કેસ પણ ઠરાવ ઉપર લઇ લેવાયો છે, આજે બપોર બાદ કે કાલે કલેકટર ડો. ઓમપ્રકાશ આ કેસનો ચૂકાદો જાહેર કરશે તેમ કલેકટર કચેરીના ટોચના અધીકારી સૂત્રોમાંથી વિગતો જાણવા મળી હતી.

રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશ આ કેસમાં આકરા પાણીએ છે, શરતભંગ સાબીત થતા આકરો લાખોનો દંડ અને આકરી કાર્યવાહી અંગેનો ચૂકાદો આપે તેવી શકયતા બહાર આવી રહી છે, આ કેસમાં છેલ્લા ૧૦ વર્ષની તમામ બાબતો આવરી લેવાઇ હોવાનું અને હવે આકરી કાર્યવાહી થઇ રહ્યાનું વિશ્‍વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્‍યું હતું.

અત્રે એ ઉમેરવું જરૂર કે ગ્‍ખ્‍ભ્‍લ્‍ સંસ્‍થાને ગોંડલ રોડ ચોકડી પાસે શૈક્ષણિક હેતુ માટે ૧૦ હજાર ચો.મી. જમીન અપાઇ હતી, આ જમીનમાં સંસ્‍થા દ્વારા મોટુ વિશાળ ગાર્ડન, સ્‍વીમીંગ પૂલ, પ્રેમવતી રેસ્‍ટોરન્‍ટ ઉભું કરી દેવાયું, અને કોર્મશીયલ ઉપયોગ થતા તે અંગે કલેકટરને ફરીયાદો થઇ હતી, પરીણામે તત્‍કાલીન કલેકટર શ્રી પ્રભવ જોષીએ તપાસના આદેશો કર્યા હતા, આ પછી રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ તપાસ કરી શરતભંગ થતો હોવાનો રીપોર્ટ રાજકોટ સીટી પ્રાંત-ર ને મોકલ્‍યો હતો, અને તેમણે કલેકટરને રીપોર્ટ કરતા કલેકટર ડો. ઓમપ્રકાશે આ કેસ ચલાવ્‍યો હતો અને હવે આજે અથવા તો કાલે ચૂકાદો જાહેર થશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે. (૭.ર૮)

 

 

 

(2:59 PM IST)