<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જૈનમ્‌ ૧૦માં વર્ષે ફરી એ જ જગ્‍યા ઉપર, એ જ જુસ્‍સા સાથે ખેલૈયાઓને જોમ ચડાવવા સજજ

વિશ્વનું એકમાત્ર જૈન કોમ્‍યુનિટી માટે એકસકલુઝીવ નવરાત્રીનું કરતું આયોજનઃ ખેલૈયાઓની સગવડતાઓ માટે વિવિધ સ્‍થળોએ મહોત્‍સવનાં ફોર્મ માટેની વ્‍યવસ્‍થા કરાઇ

રાજકોટઃ છેલ્‍લા ૯ વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવનાં ૧૦માં વર્ષે ફરીથી જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૫ અંતર્ગત સમસ્‍ત જૈન સમાજનાં ખેલૈયાઓને પરંપરાગત રીતે યોજાતા સ્‍થળે ફરીથી એ જોમ, જુસ્‍સા અને કંઈક વિવિધતા સાથે આયોજન કરવા માટે સજજ બન્‍યું છે. સમગ્ર રાજકોટનાં માત્ર જૈન સમાજ નહીં પણ અન્‍ય સમાજને પણ ગર્વ થાય તેવું સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ નવરાત્રીનું આયોજન કરતું જૈનમ તેની સુંદર ગ્રાઉન્‍ડ વ્‍યવસ્‍થા, હાઈ ફાઈ મ્‍યુઝીક સીસ્‍ટમ, થી લેયર સિક્‍યુરીટી, બેઠક વ્‍યવસ્‍થા, લાખેણા ઈનામો, રોજેરોજ વિવિધ વાનગીઓ પિરસતા પ્‍યોર જૈન ફુડ કોર્ટ, સંગીતકાર પંજકભાઈ ભટ્ટનું ઓરકેસ્‍ટ્રા, વર્સેટાઈલ સિંગરો વિગેરે માટે ખેલૈયાઓમાં ખૂબ જ લોકપ્રિય અને એક બ્રાન્‍ડ બની ગયું છે, વર્ષો વર્ષ જૈનમ ટીમનાં અનેક કાર્યકરોની દિવસ રાતની જહેમતથી અને આટલા વર્ષનાં અનુભવ ઉપરથી ખૂબ જ સુચારું અને સફળ આયોજન કરવામાં ટીમ જૈનમ સફળતાનાં અવનવા શિખરો સર કરતું આવ્‍યું હોવાનું યાદીમાં જણાવાયું છે.

સફળતાનાં આ મુગટમાં વધુ એક ૧૦માં વર્ષનાં આયોજનનું મોરપીછ ઉમેરવા કરી સુસજજ બન્‍યું છે, આગોતરી તૈયારીની ભાગરૂપે વિવિધ કમીટીઓ પોતાની કામગીરી સુપેરે કરી રહી છે. આ વખતે ફરીથી રાજકોટની તમામ જૈન સાથી સંસ્‍થાઓ, મંડળો, ગ્રુપ દ્વારા  અનેરો સહકાર મેળવી જેના આયોજનને માણવા માત્ર રાજકોટનાં જ નહીં પરંતુ વિવિધ સેન્‍ટરોમાંથી પણ જૈન ખેલૈયાઓ ખાસ આ રાસોત્‍સવને માણવા માટે રાજકોટ આવે છે તેવા જૈનમ નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૫ નું સતત ૧૦માં વર્ષે પણ એ જ સ્‍થળ એટલે કે જૈન શ્રેષ્ઠીવર્ય અને જાણીતા દાતા ચંદ્રકાંતભાઈ શેઠના પારીજાત પાર્ટી પ્‍લોટ, શીતલ પાર્ક બસ સ્‍ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે.

રાજકોટ શહેર અને આસપાસનાં જૈન સમાજનાં ખેલૈયાઓ અને તેમના પરિવારજનોમાં ખૂબ જ ઉત્‍સાહ જોવાઈ રહયો છે. સીઝન પાસ માટે અગાઉથી લોકો ફોર્મ મેળવી અને પસ્‍ત કરી રહ્યા છે, ખેલૈયાઓની સુવિધાઓ માટે શહેરનાં વિવિધ સ્‍થળો ઉપર સિઝન પાસનાં બુકીંગનાં ફોર્મ મેળવી તેમા જરૂરી ડોક્‍યુમેન્‍ટ સાથે પરત કરી શકે તેવી  વ્‍યવસ્‍થા ટીમ જૈનમ દ્વારા કરવામાં આવી છે.

દર વખતની જેમ જૈનમ દ્વારા અનેક સ્‍થળો જેવા કે (૧)જૈનમ્‌ મધ્‍યસ્‍થ કાર્યાલય - કેમ્‍પેઈન કોર્પોરેટ હાઉસ, ૨૭/૩૮ ન્‍યુ જાગનાથ પ્‍લોટ, જસ્‍મીન ડ્રાઈવીંગ સ્‍કુલ પાછળ, રાજકોટ, (૨)શ્રી અંબા આશ્રિત સારીઝ - દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. (૩) જૈન બ્રાઈટ સ્‍ટીલ ટ્રેડર્સઃ ધારેશ્વર મંદિર સામે, ભક્‍તિનગર સર્કલ પાસે, રાજકોટ. (૪) તપસ્‍વી સ્‍કુલઃ૨- જલારામ પ્‍લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૫) શિતલ જવેલર્સઃ ૯- સીટી શોપ્‍સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ. (૯) હેપી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સઃ મહાવીર ચેમ્‍બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. (૭) ઉર્મિ એમ્‍પોરીયમઃ ૨૨-સદ્ગુરૂ કોમ્‍પલેક્ષ, ન્‍યુ એરા સ્‍કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. (૮) ડ્રીમ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (મોડર્ન ગ્રુપ), ૧૦૫-વર્ધમાન કોર્મિશયલ, રંગોલી આઈસ્‍કીમ ની ઉપર સાધુ વાસવાણી રોડ, (૯) કૌશલ્‍યમ્‌ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્રાઈસ રીટેઈલ પોઈન્‍ટ), ૨૫-ન્‍યુ જાગનાથ પ્‍લોટ, યુનિક હોસ્‍પિટલ સામે, એસ્‍ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે ફોર્મ મેળવી, વિગતો સાથે પરત આપવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

જૈનમને દર વર્ષે રાજકોટની સાથી સંસ્‍થાઓ જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્‍ટ્રલ, જેમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્‍ટર, જૈન યુવા ગ્રુપ. દિગંબર સોશ્‍યલ ગ્રુપ, મીડટાઉન સંગીની, ડાઉનટાઉન સંગીની તથા એલીટ સંગીની નો આ વર્ષે પણ સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે

નવરાત્રી શરૂ થવાને હવે જુજ દિવસો બાકી છે ત્‍યારે છેલ્‍લી ઘડીએ કોઈ ઈચ્‍છુક ખેલૈયાઓ સિઝન પાસ મેળવવા માટે કોઈ રહી ન જાય તે માટે જૈનમ પરિવાર દ્વારા સમસ્‍ત જૈન સમાજનાં લોકોને જૈનમ્‌ નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૫ નાં સિઝન પાસ મેળવવા માટે સમયસર ઉપરોકત જણાવેલ સ્‍થળો પૈકી પોતાની નજીકની જગ્‍યાએથી ફોર્મ મેળવી અને પરત કરી તેમને સમયસર પાસ મળી જાય તે માટે વ્‍હેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કરેલ છે.(૩૮.૨૪)

(3:01 PM IST)