News of Thursday, 11th September 2025
નેપાળમાં રાજકોટના પપ લોકો ફસાયાઃ હાલ તમામ હેમખેમઃ અગ્રવાલ ભવનમાં ૪૦ લોકોઃ કલેકટર
રાજયનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ નેપાળ સરકારના સતત સંપર્કમાં: પપ માંથી ઘણાખરા સાંજે ભારત આવી જશે

નેપાળમાં ચાલી રહેલ ભયાનક હિંસાખોરી વચ્ચે રાજકોટના ૫૫ સહિત ગુજરાતના ૩૦૦થી વધુ લોકો ફસાયા છે. આ તમામ સલામત હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રાજય સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા નેપાળ સરકારના સતત સંપર્કમાં છે. જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના જણાવ્યા મુજબ રાજકોટના આ ૫૫માંથી અગ્રવાલ ભવનમાં ૪૦, પશુપતિનાથમાં ૬, ગુરખા હેરિટેજમાં ૩, કાઠમાંડુમાં ૩ અને ગ્રાઉન્ડ હોટેલમાં પણ ૩ નાગરિકો છે.આ ૫૫ નાગરિકોમાંથી મોટાભાગના લોકો સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયા છે જયારે અન્ય નાગરિકો ચાર થી પાંચ દિવસમાં વતન પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે, નેપાળમાં તોફાનો હવે ત્યાંના નાના નાના શહેરોમાં પણ પ્રસરવા લાગ્યા છે. જેમાં નેપાળની યાત્રાઍ ગયેલા રાજકોટ સહિત રાજયભરના યાત્રાળુઓ ફસાઈ ગયેલા છે. જેમાં રાજકોટના ૫૫ જેટલા નાગરિકોનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રાળુઓ ત્યાંની હોટલમાં સુરક્ષિત છે.નેપાળમાં ફસાયેલા રાજકોટના યાત્રાળુઓમાં કીશનભાઈ સોઢા, પીનાકીનભાઈ ભરડીયા, ચેતનાબેન મહેતા, મધુરીકાબેન દવે, યોગેશભાઈ દવે, ધીરૂભાઈ ચીકાણી, શાંતાબેન ચીકાણી, આનંદભાઈ મહેતા, રમણીકભાઈ સાવલીયા, ઉર્મિલાબેન સાવલીયા, મગનભાઈ ધડુક અને હંસાબેન ધડુકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રાળુઓ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના ૫૫ જેટલા યાત્રાળુઓ કે જે નેપાળના કાઠમંડુ ખાતે પશુપતિનાથના દર્શને ગયા હતા આ દરમ્યાન ત્યાં આગજની અને હિંસા ફાટી નીકળતા આ તમામ યાત્રાળુઓ ત્યાં ફસાઈ ગયા હતા, હાલ જે લોકો સુરક્ષિત છે.આ મામલે રાજય સરકારનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ નેપાળ સરકારના સતત સંપર્કમાં રહેલો છે.
(3:51 PM IST)










