<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

કાર લઇને નીકળેલા સાધુ જેવા ગઠીયાઓએ વૃધ્‍ધ સહિત બે લોકોના સોનાના ચેઇન-વીંટી તફડાવ્‍યા

અયોધ્‍યા ચોક અને રેલનગરમાં બનેલી ઘટનાઃ ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ રૂરલ એસપી કચેરીના નિવૃત ક્‍લાર્કને ઉભા રાખી આશ્રમનું સરનામુ પુછ્‍યું પછી કહ્યું-તમારે એક દિકરો છે ને? વૃધ્‍ધે હા કહી પછી સંમોહિત કરી ચેઇન-વીંટી પહેરવા માંગ્‍યા અને કાર ભગાવી મુકીઃ બીજા એક વ્‍યક્‍તિ સાથે પણ આવુ જ થયું

રાજકોટ તા. ૧૧: ગઠીયાઓ અવાર-નવાર નીતનવા નુસ્‍ખા અજમાવી લોકોને છેતરી જતાં હોય છે. દરમિયાન શહરેમાં એક કારમાં સાધુના વેશમાં નીકળેલી ટોળકીએ બે સ્‍થળે લોકોને વાતોમાં પરોવી સંમોહિત કરી કે નજર ચુકવી સોનાના દાગીના સેરવી લીધા છે. એક ઘટના અયોધ્‍યા ચોકમાં અને બીજી રેલનગરમાં બની છે.

જાણવા મળ્‍યા મુજબ જાણવા મળતી વિગતો મુજબ, શહેરના અયોધ્‍યા ચોક પાસે બી ડાયમંડ પાર્કમાં રહેતા પ્રફુલભાઈ નટવરભાઈ વસાણી (ઉ.વ ૬૩) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યું છે કે હું અગાઉ રાજકોટ એસ.પી. કચેરીમાં ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને હાલ નિવળત્તિનું જીવન પસાર કરુ છું આજે સવારે પોણા આઠેક વાગ્‍યે હુેં વોકિંગમાં નીકળ્‍યા હતા દરમિયાન અયોધ્‍યા ચોક પાસે એક સફેદ કલરની વેગેનાર કાર તેમની બાજુમાં આવી કારચાલકે કાર ઉભી રાખી હતી. કારચાલકની બાજુમાં સાધુ જેવો વેશધારણ કરેલ શખ્‍સ બેઠો હતો અને પાછળ અન્‍ય એક એક શખસ સહિત કુલ ત્રણ શખસો બેઠા હતા. સાધુ જેવા દેખાતા આ શખ્‍સે મને બોલાવી નજીકમાં આશ્રમ કયાં છે?  અમારે ત્‍યાં રોકાવું છે તેવું પૂછયું હતું. આથી મેં કહ્યું હતું કે નજીકમાં આશ્રમ નથી પરંતુ એક ગૌશાળા છે જેથી આ શખ્‍સે કહ્યું હતું કે અમે ગૌશાળામાં નહીં રોકાઈએ. ત્‍યારબાદમાં તેણે મને તમારે સંતાનમાં એક પુત્ર છે? તે વું પુછતાં મારે ખરેખર એક જ પુત્ર હોઇ મેં હા પાડી હતી.

બાદમાં આ શખ્‍સે મારી પાસે મોબાઇલ માંગતાં મેં આપી દીધો હતો. ત્‍યારબાદ સાધુ જેવા શખ્‍સે મને રૂપિયા ૫૦૦ આપી કહ્યું હતું કે, આ પૈસામાંથી પશુને ચારો નાખજો વધે તે પૈસા તમારી પાસે રાખજો. હિન્‍દીમાં વાત કરતા આ શખ્‍સે કહ્યું હતું કે તુમ્‍હારા ખૂબ અચ્‍છા હોગા. ત્‍યારબાદ આ તેણે મારી પાસેથી મારી ઘડિયાળ અને ચેઇન માંગ્‍યો હતો. જે જોઈ બંને પરત આપી દીધા હતા. થોડીક ક્ષણોમાં ફરી ચેઇન અને ઘડિયાળ વળધ્‍ધ પાસે માંગી હતું કે હું આ બંને પહેરૂ?ં જેથી મેં હા કહી હતી. ત્‍યારબાદ તેણે ચેઇન અને ઘડિયાળ પહેરી લીધા હતાં અને હું કંઇ સમજુ એ પહેલા આ ટોળકીએ કાર ભગાવી મુકી હતી.

આ રીતે મારા ચેઇન અને ઘડિયાળ સેરવી ભાગી ગયા હતાં. મેં કારના નંબર જોવા પ્રયાસ કર્યો હતો પણ તેમાં નંબર નહોતાં. આ ઘટના અંગે પરિવારજનોને વાત કર્યા બાદ તેમણે આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન આવી સમગ્ર બનાવની જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

આવો જ બીજો એક બનાવ રેલનગર વિસ્‍તારમાં પણ બન્‍યો છે. જેમાં પણ વોકીંગમાં નીકળેલા વ્‍યક્‍તિને વાતોમાં સંમોહિત કરી ટોળકી સોનાની વીટી લઇ ગઇ હતી. આ મામલે પ્ર.નગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે. બંને ઘટનામાં એક જ ટોળકી સામેલ હોઇ ફૂટેજને આધારે ઝડપી લેવા દોડધામ શરૂ થઇ છે.  

(3:42 PM IST)