News of Friday, 12th September 2025
સહિયર ક્લબ ૨૦૨૫: ખેલૈયાઓ ની પહેલી પસંદ સહિયર ની તૈયારી શરૂ થઈ છે તડામારઃ રાજકોટ અનુભવશે ‘‘સ્વેગ ઓફ સહિયર''
ગરબા કિંગ રાહુલ મહેતા લોકગાયકીનો રંગ અપેક્ષા પંડ્યા તથા તેજસ શિશાંગીયા સાથે રાસ રમવા પ્રમુખશ્રી સુરેન્દ્રસિંહ વાળાનું સૌરાષ્ટ્રના ગરબા ખેલૈયાઓને આહવાન

રાજકોટ શહેર ઓળખ સમાન સહિયર રાસોત્સવ નવરાત્રી ની સિલ્વર જ્યુબિલી ઉજવવા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચૂક્યો છે.
રેસકોર્સ જેવા શહેરના હાર્ટ પોઈન્ટ ગ્રાઉંડની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે.. ગ્રાઉંડ પર ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે સુવિધામા કંઈ ખામી ન રહે તે માટે તમામ તૈયારીઓ થઈ રહી છે ગ્રાઉંડ બેરિકેટિંગ, પ્લે એરિયા, હાઈટેક એન્ટ્રી ગેઈટ, રોજ નવા ઉત્સાહ થી ઉત્સવ ઉજવાય એ માટે ઈવેન્ટ પ્લાનિંગ પ્રોજેક્ટ હેડ ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા થઈ રહ્યું છે.
સહિયરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુભા પરમાર, સેકેટરી શ્રી યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા, ધૈર્ય પારેખ, સમ્રાટ ઉદેશી, કૃણાલ મણિયાર પિયુષ રૈયાણી રવિરાજસિંહ જાડેજા કરણ આડતિયા અભિષેક અઢિયા પ્રતિક જટાણિયા હિરેન ચંદારાણા ધવલ નથવાણી રાજવીરસિંહ ઝાલા દિપકસિંહ જાડેજા નીરવ પોપટ દિવ્યરાજસિંહ જાડેજા આકાશ કથરાણિ અનીશ સોની અભિષેક શુક્લા મામા સરકાર રૂપેશ દત્તાણિ નરેન્દ્રસિંહ જાડેજા વજુભાઇ ઠુમ્મર જતીન અડેસરા યુવરાજસિંહ ચુડાસમા શૈલેષ ખખ્ખર નિલેશ તુરખીયા ધર્મેશ રામાણી મીત વેડિયા મનસુખ ડોડીયા સુનિલ પટેલ અહેમદ સાંધ શૈલેષ પંડ્યા રવિભાઈ આડેસરા તિર્થરાજસિંહ ગોહિલ ઇન્દ્રવિજયસિંહ રાણા તથા આયોજકો દ્વારા મીટિંગ નો દોર ધમધમી રહ્યો છે.
સહિયર ખેલૈયાઓની પ્રથમ પસંદ એટલા માટે છે કારણકે સંગીત અને સૂર માટે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરવામાં આવતુ.
આ વર્ષે પણ નવા કલેક્શન સાથે ખેલૈયાઓના પ્રિય કલાકાર રાહુલ મહેતા, ગરબા મા લોકગાયિકાનો મીઠો કંઠ અપેક્ષા પંડ્યા તથા શબ્દ અને સૂર સાથે સંચાલન ની જવાબદારી ‘‘જીલ એન્ટરટેઇનમેન્ટ'' ગ્રુપ સાથે તેજસ શિશાંગિયા નિભાવશે...
તાલની જબરી જમાવટ કરતા આંતરરાષ્ટ્રીય કલાકાર હિતેશ ઢાંકેચા તથા ઢાંકેચા બ્રધર્સ ‘‘ઉડે તો જ હા'' ફરી એક વાર ખેલૈયાઓને મજા કરાવશે જ્યારે શ્રેષ્ઠ ગાયકો, તાલ અને સંગીતને ખરા અર્થ માં ખેલૈયાઓને ફીલ કરવા માટે હાઈટેક સાઉન્ડની જવાબદારી ગણેશ સાઉન્ડ - રોહિત વડોદરીયા ને આપવામાં આવી છે.
શહેર માં શ્રેષ્ઠતમ રમવા અને સાંભળવા લાયક સંગીત ની મોજ કરાવા શ્રી સુરેન્દ્રસિંહ વાળા ના માર્ગદર્શન સાથે ટીમ સહિયર ની તૈયારી આરંભાઈ ચૂકી છે ત્યારે ખેલૈયાઓને સહિયર ના સીઝન પાસ બૂકિંગ કરવા આયોજકો તરફથી આહવાન કરવામાં આવ્યું છે
પાસ માટે સંપર્કઃ સહિયર ક્લબ, ૩૧૨, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ ની સામે, રાજકોટ. મોઃ ૮૯૮૦૦ ૨૧૩૨૧.(૩૮.૨૬)
(11:12 AM IST)










