<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા રવિવારે તેજસ્‍વી તારકોનો સન્‍માન સમારોહ

રાજકોટ તા. ૧૨ : મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા રાજકોટમાં વસતા મોચી જ્ઞાતિના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ તા. ૧૪ ના રવિવારે યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે મોચી જ્ઞાતિના વિદ્યાર્થીઓ પ્રોત્‍સાહીત થાય તે હેતુથી ધો.૧ થી કોલેજ કક્ષાએ ૭૦%થી વધુ માર્કસ મેળવના તેજસ્‍વી તારલાઓને સન્‍માનિત કરવા આ સન્‍માન સમારોહ તા. ૧૪ ના રવિવારે બપોરે ર વાગ્‍યાથી હેમુ ગઢવી નાટયગૃહ, ટાગોર રોડ ખાતે યોજેલ છે. સાથે વિશેષ સિધ્‍ધ મેળવનાર પ્રતિભાઓનું પણ સન્‍માન કરાશે.

પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારને શિલ્‍ડ તેમજ અન્‍ય તમામને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્‍સાહીત કરાશે. ઇનામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઇનામી કાર્ડ હોલ પરના કાઉન્‍ટર પરથી બપોરે ૧.૩૦ વાગ્‍યાથી અપાશે.

સમારોહના ઉદ્દઘાટક તરીકે આર્યન ફિલ્‍મસ ક્રિએશનના પ્રોડયુસર ગીરીશકુમાર સી. દસાડીયા તેમજ પ્રમુખ સ્‍થાને રાહુલ ઓર્નામેન્‍ટવાળા હસમુખભાઇ પરમાર, ચામુંડા બેગ્‍સવાળા નિલેશભાઇ એન. પરમાર, મોચી જ્ઞાતિ કર્મચારી મંડળના પ્રમુખ હાર્દીકભાઇ ચૌહાણ ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળના પ્રમુખ હાર્દીક જે. ચૌહાણ (મો.૯૭૨૩૮ ૯૨૨૫૭), સ્‍પોર્ટસ ડાયરેકટર હર્ષદ વી. મકવાણા, પ્રચાર મંત્રી સુરેશભાઇ ચૌહાણ, સભ્‍ય જીતેન્‍દ્રભાઇ ગોહેલ, પ્રોજેકટ અનિલ પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (

(2:05 PM IST)