News of Friday, 12th September 2025
મિત્ર બે કાર ભાડેથી લઇ ગયા બાદ પરત ન આપીઃ છેતરપીંડીના ગુનામાં ફરાર રજનીકાંત પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ.અમીતભાઇ અગ્રાવત કોન્સ વિશાલભાઇ દવે અને રણજીતસિંહજાડેજાની બાતમી પરથી બીલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીને દબોચ્યોઃ બ્રેઝા કાર પણ તબીબ મિત્રના નામે લોન પર લઇ હપ્તા ન ભર્યા

રાજકોટ, તા.૧૨: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કાર ભાડે આપનાર યુવાન સાથે મિત્રતા કેળવી કાક ભાડેથી લઇ ગયા બાદ બે કાર પરત ન આપી છેતરપીડીના ગુનામાં ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા તથા જોઇન્ટ પોલીસ કમીશનર મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ક્રાઇમ બ્રા઼ચના પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્યારે એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રાવત કોન્સ વિશાલભાઇ દવે અને રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીડીના ગુનામાં નાસતા ફરતા આરોપી રજનીકાંત ઉર્ફે રજનીશ સુરેશભાઇ સારીખડા (ઉ.વ.૨૯) (રહે. નિર્મલા રોડ બાલમુકુંદ સોસાયટી શેરી નં.૩, મુળ સોડવદર તા. જામકંડોરણા) ને બાલમુકુંદ સોસાયટી શેરી નં.૩માં તેના ઘરપાસેથી ઝડપી લઇ બ્રેઝા અને સ્વીફટ કાર કબ્જે કરી હતી. પોલીસની તપાસમાં રજનીકાંત ઉર્ફે રજનીશ બીલ્ડીંગ મટીરીયલ્સનો ધંધો કરે છે.તેણે ૨૦૨૩માં પોતાના નામે લોન થતી ન હોઇ તેથી તબીબ મિત્રના નામે લોન લઇ બ્રેઝા કાર ખરીદ કર્યાબાદ પાંચ જેટલા હપ્તા ભર્યા બાદ બાકીના હપ્તા ભર્યા ન હતા. તેમજ કારભાડે આપનાર ગાંધીગ્રામના વિમલભાઇ નવનીતભાઇ ભાયાણી સાથે મિત્રતા કેળવી છેલ્લા ત્રણ વર્ષમાં રજનીકાંત ઉર્ફે રજનીશે અલગ-અલગ છ કાર ભાડેથી લઇ ગયા બાદ બે કાર પરત ન કરી છેતરપીંડી આચરી હતી આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા,ના માગદર્શન હેઠળ પીએસઆઇવી.ડી. ડોડીયા, એ.એસ.આઇ. અમિતકુમાર અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડ કોન્સબલ દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીયા, રાજેશભાઇ જળુ, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા , કોન્સટેબલ વિશાલભાઇ દવે, રણજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(2:08 PM IST)










