<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

પુષ્‍કરધામના ૩૪ વર્ષિય ઉમેશભાઇ કોટડીયા પત્‍નિ-પુત્ર સાથે રેસ્‍ટોરન્‍ટમાં જમીને નીકળ્‍યા ને હૃદય બેસી ગયું

૧૫૦ ફુટ રીંગ રોડ જેકે ચોકમાં બનાવઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. પુષ્‍કરધામમાં રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં ૩૪ વર્ષના યુવાન રાતે ૧૫૦ ંફુટ રીંગ રોડ જેકે ચોકમાં રેસ્‍ટોરન્‍ટમાં જમીને બહાર નીકળ્‍યા ત્‍યાં જ ઢળી પડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પુષ્‍કરધામ સોસાયટી શેરી નં. ૫ બ્‍લોક નં. ૧૬૧માં રહેતાં ઉમેશભાઇ વિઠ્ઠલભાઇ કોટડીયા (ઉ.વ.૩૪) નામના યુવાન રાતે નવેક વાગ્‍યે કાલાવડ રોડ જેકે ચોકમાં આવેલા સાઉથ ઇન્‍ડિયન રેસ્‍ટોરન્‍ટમાં પત્‍નિ અને દિકરાને લઇને જમવા ગયા હતાં. ત્‍યાં જમીને બહાર નીકળ્‍યા ત્‍યારે એકાએક ચક્કર આવતાં બેભાન થઇ ઢળી પડતાં તેમને તત્‍કાળ ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ તેમણે અહિ દમ તોડી દીધાનું તબિબે જાહેર કર્યુ હતું.  

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ સી. પી. રાઠોડ સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃત્‍યુ પામનાર ઉમેશભાઇ બે ભાઇમાં મોટા હતાં અને ઇન્‍ટરનેટ કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. પત્‍નિ અનિતાબેન અને સાત વર્ષના પુત્ર શિવાંગને લઇને જમવા માટે ગયા બાદ બહાર નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી કોટડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

ન્‍યુ રંગ ઉપવનના બબલીબેન

પ્રજાપતિનું બેભાન હાલતમાં મોત

અન્‍ય બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાછળ ન્‍યુ રંગ ઉપવન સોસાયટી-૩માં રહેતાં બબલીબેન રાજુભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. આ પરિવાર મુળ એમપીનો વતની છે. પતિ રાજુભાઇ પાણીપુરીનો ધંધો કરે છે. કેન્‍સરની બિમારી હોવાનું સગાએ જણાવ્‍યુ઼ હતું. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:11 PM IST)