તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 12th September 2025
કનક રોડ ફાયર સ્ટેશન રૂા.૧૦.૬૪ કરોડના ખર્ચે નવ નિર્માણ પામશે

રાજકોટ તા. ૧ર :.. મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી પાછળ કનક રોડ ઉપર વર્ષો જૂનુ જર્જરિત ફાયર વિભાગનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે તેના સ્થાને અંદાજીત ૧૨૯૩ ચો.મીટર એરીયામાં જીૅ૩ માળનું ફાયર સ્ટેશન તથા ઓફિસ તથા મીટિંગ હોલ તથા ટેરસ ઉપર ટુ-વ્હિલર ર્પાકિંગ સહિતનુ બાંધકામ કરવામાં આવશે. જેના માટે રૂા.૯.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ અને આ કામ હવે ૧૬.૭૪ ટકા ઓનથી એજન્સીને આપી ફાયર સ્ટેશનનું કામ ચાલુ કરવામાં આવશે.
(3:35 PM IST)










