News of Saturday, 13th September 2025
કોઠારીયા રોડ-સાધુવાસવાણી રોડ ઉપરથી પનીરના ૪ નમુના લેવાયા
શહેરના ગંગોત્રી પાર્ક મેઇન રોડ, ઇન્દીરા સર્કલ, વિનાયક સોસાયટી તથા સરદારનગર સોસાયટી મેઇન રોડના ૧૪ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ : શ્યામ ડેરી પ્રોડકટસ, આસ્થા એન્ટરપ્રાઇજ તથા વૃંદાવન ડેરીમાંથી સેમ્પલ લેતી ફુડ શાખા

રાજકોટ, તા. ૧૩: મનપાની ફુડ શાખા દ્વારા ગંગોત્રી પાર્ક, ઇન્દીરા સર્કલ તથા વિનાયક સોસાયટી વિસ્તારોમાં ૪ વેપારીઓને તથા સરદારનગર મેઇન રોડના ૧૦ ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ આપેલ. ઉપરાંત કોઠારીયા રોડ, સાધુવાસવાણી રોડ પરથી પનીરના નમુના ૪ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આશાપુરા ચા પાછળ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, સમરસ હોસ્ટેલ સામે, આવેલ ‘જોન્સ બીન થીયરી' પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શ્રધ્ધા હોસ્પિટલની નીચે, શોપ નં.૦૩ ગ્રા. ફલોર, ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટ મુકામે આવેલ અશોક એન્ટરપ્રાઇઝ- ગ્લોબલ ટી કાફે પેઢીની તપાસ કરતા સ્થળ પર FIFO મુજબ યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગંગોત્રી પાર્ક મેઇન રોડ, સમરસ હોસ્ટેલ સામે, રાજકોટ મુકામે આવેલ આશાપુરા ચા/કાફે પેઢીની તપાસ કરતા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વિનાયક સોસાયટી-૮, યાદવ પાન સામેની શેરી, રાજકોટ મુકામે આવેલ મૌર્ય પ્રોવિઝન સ્ટોર પેઢીની તપાસ કરતા સ્થળ પર લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના પટેલ બોર્ડીગ રોડ-સરદારનગર સોસાયટી મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીમાં પટેલ પ્રોવિઝન સ્ટોર, આર્ય ડેરી ફાર્મ, જય સિયારામ ફરસાણ, ચામુંડા ડેરી ફાર્મ, શ્યામ પ્રોવિઝન સ્ટોર, શ્રીજી સોડા, સૂર સાગર ડેરી ફાર્મ, જય જલિયાણ જનરલ સ્ટોર, ચામુંડા લચ્છી તથા મહાકાળી પાણીપુરી ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
પનીરના ૪ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD) તથા ‘SHREEJI FOODS’ ANALOGUE PANEER (FROM 4 KG PKD): શ્યામ ડેરી પ્રોડક્ટસ, વિવેકાનંદનગર, શેરી નં.૦૯ ખૂણો, કોઠારીયા રોડ, NON BRAND LOOSE ANALOGUE PANEER (FROM 1 KG PKD): આસ્થા એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.૦૫, ન્યુ અંબિકા પાર્ક, શ્યામલ વર્ટીકલ સામે, સાધુવાસવાણી રોડ અને પનીર (લુઝ) વળંદાવન ડેરી LLP, સોરઠિયાવાડી-૦૭, આર.કે. એન્ટરપ્રાઇઝ સામે, કોઠારીયા રોડ ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
(3:16 PM IST)










