<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

પંચનાથ પ્લોટમાં એડ એજન્સી સંચાલકના ઘરમાં થયેલી ચોરીનો ભેદ એ-ડિવિઝન પોલીસે ઉકેલ્યો: પૂર્વ નોકર ગોપાલ સહિત ત્રણ રાજસ્થાનીને ઝડપી લેવાયા: ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી રાધીકા ભારાઇની સૂચના અંતર્ગત પીઆઇ બી.વી. બોરીસાગર, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઈ બી.વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી: કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વિરસોડીયા તથા કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાની બાતમી: ૭૪.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટઃ (તસ્વીર સંદીપ બગથરીયા) ઘરના પંચના પ્લોટ માં રહેતા અને અપેક્ષા એડ એજન્સી નામે કામ કરતા વેપારીના ઘરમાંથી 67 લાખની ચોરી થઈ હતી આ ગુનાનો ભેદ ડિવિઝન પોલીસે ઉકેલી નાખી આ વેપારીને ત્યાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા પૂર્વ રાજસ્થાની નોકર સહિત ત્રણને ઝડપી લઇ કુલ ૭૭ લાખથી વધુનો રોકડ દાગીનાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂર્વ નોકરને મોજ શોખ માટે પૈસાની જરૂર હોવાથી કાવતરું ઘડી બે સાગરીતનો સાથ લઈ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇએ વિગતો આપી હતી. આ ગુનામાં ત્રણ આરોપી ગોપાલકુમાર ભગવતીભાઇ મીણા (ઉ.વ ૧૯ ધંઘો ઘરકામ તથા ફોટોગ્રાફી રહે. બદાવલી ગામ જિ. સેલમ્બુર થાના સેમારી પોલીસ સ્ટેશન રાજસ્થાન), જગદીશકુમાર દેવીલાલ મીણા (ઉ.વ ૨૨ ઘંઘો બોમ્બે ગુલાલ વાડી હોટલમા વેઇટર શિવરજની અમદાવાદ રહે. બદાવલી ગામ તા.જિ. સેલમ્બુર થાના સેમારી પોલીસ સ્ટેશન રાજસ્થાન) અને મુકેશકુમાર ભેરાજીભાઇ મીણા (ઉ.વ ૧૯ ધંધો ફોટોગ્રાફી રહે. રાજપુરા ગામ તા.જિ. સેલમ્બુર થાના જલારા પોલીસ સ્ટેશન રાજસ્થાન)ને પકડી લઈ રોકડા રૂપિયા ૯,૯૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૭૪,૨૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી હ્યુમન રીસોર્સીસને એક્ટીવેટ કરતા હેડકોન્સ. કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, કરણભાઇ વિરસોડીયા તથા કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાને ચોક્કસ બાતમી મળી હતી કે વેપારીના ઘરમાંથી આરોપીઓ ચોરી કરી મુદામાલ લઈને પોતાના વતન રાજસ્થાન જવા નિકળેલ છે. આથી એક ટીમને તાત્કાલીક રવાના કરતા ટીમ દ્વારા આરોપીઓને ચોરી કરેલા તમામ મુદામાલ સાથે પકડી ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.

ત્રણ આરોપી પૈકી ગોપાલકુમાર અગાઉ ફરિયાદીના ઘરમાં નોકર તરીકે કામ કરી ચુક્યો હોઈ તે અહીં રૂપિયા દાગીના ક્યાં હોય છે ક્યાં રૂમમાં શું છે તેનાથી રાતે હતો. અથઈબહાલમાં તેને પૈસાની જરૂર હોય તેણે બે સાગરીતોની મદદ લઇ અહીં ચોરી કરવાનો પ્લાન કરી તેને અંજામ આપ્યો હતો. જોકે આ બધા રોકડ દાગીનાનો ભાગ પાડી છૂટાછવાયા થઈ ભાગી જાય એ પહેલા એ ડિવિઝન પોલીસે તમામ મુદ્દામાલ સાથે પકડી લીધા હતા ત્રણેયની વધુ પૂછપરછ થઈ રહી છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર રાકેશકુમાર દેસાઈ

તથા મદદનીશ પોલીસ કમિશ્નર રાધીકા ભારાઇ સાહેબ દ્વારા મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સૂચના મળી હોઇ જે અન્વયે પો.ઇન્સ. બી.વી.બોરીસાગર તથા પો.સબ.ઈન્સ એસ.એમ.રાણા તથા એ.એસ.આઇ. બી.વી.ગોહિલ તથા એમ.એસ.મકવાણા તથા પો.હેડ.કોન્સ પ્રવીણભાઇ સોનારા તથા કનુભાઇ બસીયા તથા કલ્પેશભાઈ બોરીચા તથા મહેશભાઈ ચાવડા તથા કરણભાઇ વિરસોડીયા તથા સાગરભાઈ માવદીયા તથા ઘારાભાઇ વાનરીયા તથા પો.કોન્સ ભાવીનભાઇ ગઢવી તથા ધર્મેશભાઇ ખાંડેખા તથા તેજશભાઇ ડેરની ટીમે આ કામગીરી કરી હતી.

 

(1:35 PM IST)