તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Monday, 15th September 2025
પ્રવિણસિંહજી (સોળીયા)ની પ્રથમ પૂણ્યતિથિએ મહારક્તદાન કેમ્પઃ રકતની ૩૦૦ બોટલ એકત્ર

રાજકોટઃ ક્ષત્રિય સમાજના મોભી સ્વ. પ્રવિણસિંહજીની ‘પ્રવિણતા'ને તાજેતરમાં મહારક્તદાન દ્વારા સો-સો સલામ કરવામાં આવ્યા હતાં. રાજપૂત સમાજની શાન વધારનાર સ્વ. પ્રવિણસિંહજી સોળીયા પ્રવિણતાની પ્રથમ પૂણ્યતિથિએ યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં ૩૦૦ બોટલ રક્ત એકત્ર થયુ હતું. આ કેમ્પની શરૂઆત દિપ પ્રાગટ્ય કરીને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ કરેલ. ગૃહપતિ, પુર્વ ટ્રસ્ટી, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશનનાં પુર્વ મહામંત્રી તેમજ પુર્વ પ્રમુખ, ગુજરાત જમીન વિકાસ બેંકનાં પુર્વ વાઈસ ચેરમેન અને રાજકોટ જિલ્લા જમીન વિકાસ બેંકનાં સાડત્રીસ કરતાં પણ વધારે સમય સુધી જમીન વિકાસ બેંકનાં રાજકોટ જિલ્લાનાં ડીરેકટર, પુર્વ કોટડાસાંગાણી તાલુકા પંચાયત પ્રમુખ અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ. પ્રવિણસિંહજી સોળીયાનાં સ્વર્ગવાસને તારીખ ૯-૯-૨૦૨૫નાં રોજ એક વર્ષ થયું. એમની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય રાજકોટ, પ્રવિણસિંહજી (સોળીયા) હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય ભુતપૂર્વ વિદ્યાર્થી મંડળ, શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ અને કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન દ્વારા સ્વ. પ્રવિણસિંહજીને શ્રદ્ધાંજલિ આપવા માટે યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો.
સ્વ. પ્રવિણસિંહજીએ ૭૦ વર્ષ સુધી ગરાસીયા છાત્રાલયમાં શિક્ષણ નો દિપક પ્રજ્વલિત રાખ્યો હતો પુર્વ કેબેનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા, નિરૂભા વાઘેલા, સંજય સિંહ રાણા કિર્તીબા રાણા તેમજ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, વર્તમાન અને નિવૃત પોલીસ અધિકારીઓ, કેટલીય કોલેજના સંચાલકો, આચાર્યો, બેન્ક અધિકારીઓ ઉપસ્થિત રહેલ.(૩૮.૧૨)
(10:26 AM IST)










