<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

મોટી ટાંકી ચોકમાં એનો થાઇ સ્‍પામાં નાગાલેન્‍ડ-સિક્કીમની નવ રૂપલલનાને રાખી ધમધમાવાતું કૂટણખાનુ ઝડપાયું

સંચાલક નરેન્‍દ્રસિંહ રાઠોડ, મેનેજર પ્રવિણ વોરા અને ટેલીકોલર શિવનાથસિંહ ભદોરીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયોઃ ગ્રાહક પાસેથી ૪૧૦૦ વસુલી ૩૧૦૦ લલનાને અપાતાં: બાકીના સંચાલક રાખતોઃ એન્‍ટ્રી ફીના ૧૫૦૦ અલગથી વસુલાતા હતાં: પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાતની ટીમે ડમી ગ્રાહક મોકલી રેઇડ પાડી

 

રાજકોટ તા. ૧૫: શહેરમાં એક પછી એક સ્‍પામાં પોલીસ દરોડા પાડી તેમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ કરી રહી છે. વધુ એક વખત એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે આવી કામગીરી કરી  છે. મોટી ટાંકી ચોકમાં આવેલા એનો થાઇ સ્‍પામાં દેહવ્‍યાપાર થતો હોવાની બાતમી મળતાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્‍યો હતો. અહિથી એકની ધરપકડ કરાઇ હતી. સંચાલક સહિત બે નામ ખુલતાં શોધખોળ કરવામાં આવી રહી છે. નાગાલેન્‍ડ, સિક્કીમની ૯ રૂપલલના રાખી તેની પાસે લોહીનો વેલપલ કરાવાતો હતો. ગ્રાહક સ્‍પા માટે એવા તેના માટે એકસ્‍ટ્રા સર્વિસ એવો કોડ રખાયો હતો. આવુ કહેનાર ગ્રાહકને રૂપીયા વસુલી લલના સાથે દેહસંબંધ બાંધવાની વ્‍યવસ્‍થા કરી અપાતી હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે માહિતી મળી હતી કે મોટી ટાંકી ચોકમાં આવેલા પ્રતિભા કોમ્‍પલેક્ષમાં ચોથા માળે ૪૦૨માં ચાલી રહેલા એનો થાઇ સ્‍પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવ્‍યો હતો. પોલીસે તપાસ કરતાં સ્‍પામાંથી નાગાલેન્‍ડની ૬ અને સિક્કિમની ૩ રૂપલલના મળી આવી હતી. જેને પોલીસે આ કેસની સાક્ષી બનાવી હતી. એએચટીયુના હેડકોન્‍સ. હરસુખભાઇ વાછાણીની ફરિયાદ પરથી સ્‍પાના સંચાલક નરેન્‍દ્રસિંહ ભુપતસિંહ રાઠોડ (ઉ.વ.૪૦, રહે. મારૂતીનગર શેરી નં.પ, એરપોર્ટ રોડ, મુળ અમદાવાદ), મેનેજર કમ સંચાલક પ્રવિણ રમેશભાઈ વોરા (રહે. આંબેડકરનગર-૧, ૮૦ ફૂટ રોડ) અને ટેલિકોલર શિવનાથસિંહ રામભજનસિંહ ભદોરીયા (રહે. રાજકોટ, મુળ મધ્‍યપ્રદેશ) પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો.

 જેમાંથી શિવનાથસિંહ હાજર મળી આવતાં તેની ધરપકડ કરાઈ હતી. સ્‍પામાંથી રૂા.૧૪૬૦૦ રોકડા, ૩ મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૪૯૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે જણાવ્‍યું હતું કે સ્‍પામાં ગ્રાહક પાસેથી રૂા. ૪૧૦૦ વસુલી તેમાંથી રૂા.૩૧૦૦ રૂપલલનાને અપાતા હતાં અને રૂપિયા ૧ હજાર સ્‍પા સંચાલકો રાખતા હતા. આ ઉપરાંત ગ્રાહક પાસેથી રૂા.૧૫૦૦ એન્‍ટ્રી ફી તરીકે પણ વસુલતા હતા. છેલ્લા બે વર્ષથી આ સ્‍પા ચાલતુ હતું. દેહવેપલો ક્‍યારથી ચાલુ  થયો? તેની તપાસ થઇ રહી છે. પોલીસને સાત જેટલા ગ્રાહકો પણ મળ્‍યા હતાં. જે માત્ર મસાજ કરાવવા જ આવ્‍યાનું જણાવાયું હતું.

બે માળના વિશાળ સ્‍પામાં ગ્રાહકને મસાજ કરાવવા માટે રૂમમાં મોકલી દેવાતા હતા. ત્‍યાર પછી ગ્રાહક ‘એક્‍સ્‍ટ્રા સર્વિસ' એવો કોડ આપે તો જે તે રૂપલલના તેની સાથે ભાવ-તાલ નક્કી કરતી હતી અને ચારથી લઇ નવ હજાર રૂપિયા સુધી વસુલી શરીર સંબંધ બાંધવા દેવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં વીસ દિવસમાં સ્‍પામાં ચાલી રહેલા ત્રણ કૂટણખાનાના પર્દાફાશ થયા છે. જ્‍યારે બે હોટેલોમાં પણ આ પ્રકારની ચાલી રહેલી ગેરપ્રવૃતિ ઉઘાડી પાડવામાં આવી હતી. પીઆઇ ભાર્ગવસિંહ અમે. ઝણકાત, પીએસઆઇ એ. કે. ગોસ્‍વામી, હેડકોન્‍સ. હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, કોન્‍સ. ભુમિકાબેન ઠાકર, કોન્‍સ. મહેશ ગણેશપ્રસાદ, લોકરક્ષક જ્‍યોતિબેન બાબરીયા, ડ્રા. સુર્યકાંતભાઇએ આ કામગગીરી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રાહબરીમાં કરી હતી. (૧૪.૧૨)

 

(2:26 PM IST)