<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

માધવરાવ સિંધિંયા ગ્રાઉન્‍ડમાં યોજાશે ‘અબતક સુરભી રાસોત્‍સવ'

આ રાસોત્‍વનો ૧૯માં વર્ષમાં પ્રવેશઃ ખેલૈયાઓને નવેય દિવસ મળશે કંઇક નવું નજરાણું : નવા રંગરૂપ અને અંદાજ સાથે પ્રથમ વખત ક્રિકેટના મેદાનમાં ખૈલેયાઓ કરશે રાસ ગરબાની જમાવટઃ વિજયભાઇ વાળા :મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ છલડો-ડાકલા-ભકિત-વંદેમાતરમ સહિત એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા રજુ કરશે, ખૈેલૈયાઓને ગરબા પર થીકરવા મજબૂર કરશે

રાજકોટઃ નવલા નોરતાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્‍યારે દર વખતની જેમ આ વખતે પણ પ્રાચીન અને અર્વાચીન રાસોત્‍સવની જમાવટ થશે. તો અહિંનું વિખ્‍યાત ઓછા અબતક સુરભી રાસોત્‍સવ આ વખતે માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં યોજાનાર છે. આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ સ્‍ટેડીયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની જમાવટ કરશે.

આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં વિજયભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે અબતક સુરભી મહોત્‍સવનો ૧૯માં વર્ષમાં પ્રવેશ થયો છે. ખૈલેયાઓને નવ દિવસ મળશે નવું નજરાણું. પ્રથમ વખત ક્રિકેટની પીચ પર ખેલશે ખૈલેયાઓ. જયાં ઇન્‍ટરનેશનલ ટૂર્નામેન્‍ટ રમાઇ રહ્યા છે તેવા માધવરાવ સિંધિયા ગ્રાઉન્‍ડમાં યોજાશે અબતક સુરભી રાસોત્‍સવ યોજાશે. દર વખતની જેમ આ વખતે પણ નવા અંદાજમાં રાસોત્‍સવ યોજાશે.

રાસોત્‍સવના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્‍ટેડિયમમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. રાજકોટની મધ્‍યમાં આવેલા રેસકોર્સ રીંગરોડ એ શહેરની શાન સમાન ગણવામાં આવે છે રેસકોર્સ રીંગ રોડ પર રાત પડે ને દિવસ ઉગે છે. રાજકોટિયન્‍સની ફરવા માટેની પ્રથમ પસંદ રેસકોર્સ રીંગ રોડ જ હોય છે. જ્‍યાં લોકો રાત્રે પરિવાર સાથે ખાણીપીણીની મોજ માણવા માટે આવે છે. જ્‍યાં વરસાદમાં મ્‍હાલવાનો એક અદભુત લ્‍હાવો હોય છે. ત્‍યાં આવેલા માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં કે જ્‍યાં વડાપ્રધાન, મુખ્‍યમંત્રી સહિતના નેતાઓ મહેમાન બનીને આવી ચૂક્‍યા છે. જ્‍યાં ઘણા બધા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ રમાઈ ચૂક્‍યા છે. જ્‍યાં દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન થાય છે. ત્‍યાં અબતક સુરભી રાસોત્‍સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્‍યું છે.

આગામી તા.૨૨થી સતત ૯ દિવસ સાંજ પડતાની સાથે જ અબતક સુરભી રાસોત્‍સવનો સૂર્યોદય થશે. જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્‍યારે સતત ૧૮ વર્ષથી અબતક સુરભી રાસોત્‍સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે ૧૯માં વર્ષે ખૈલેયાઓ માટે નવે નવ નોરતા નવું નજરાણું જોવા મળશે. એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો, સુપ્રસિદ્ધ ઓર્કેસ્‍ટ્રા, એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, અલ્‍ટ્રા મોર્ડન ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટસ, ચુનંદા સાજીંદાઓ ખેલૈયાઓનો જોમ જુસ્‍સો વધારશે. સંપૂર્ણ પારિવારીક માહોલામાં આ રાસોત્‍સવની ઉજવણી થશે. આ રાસોત્‍સવમાં પાન-માવા-ફાકી લઈને અંદર જવાની મનાઈ છે.

સુરીલા ગાયક કલાકારો મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ છલડો-ડાકલા- ભકિત- વંદે માતરમ સહિત એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ખેલૈયાઓને ગરબા પર થીરકવા મજબૂર કરશે. ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ, વિવિધતાથી ભરપૂર, નવતર ડિઝાઇનયુક્‍ત પોષાક, ભાતીગળ ભરતકામ યુક્‍ત છત્રી સાથે આભલા ભરેલી ચણિયાચોળી ને કેડિયામાં સજ્જ ખેલૈયા જાતભાતના સ્‍ટેપ્‍સ સાથે ખેલૈયાઓએ જમાવટ કરશે.

રાસોત્‍સવની વિશેષતા મુજબ એમ.આઇ.બાર એન્‍ટ્રી ગેટનાં આકર્ષક કોન્‍સેપ્‍ટ સાથે રાસોત્‍સવનો ભવ્‍ય પ્રારંભ થશે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્‍ડ, હાઇ ફાઇ સાઉન્‍ડસિસ્‍ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્‍ટરટેઇન્‍મેન્‍ટ રાજકોટની બેસ્‍ટ ટીમનાં સથવારે અબતક સુરભરાસોત્‍સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેચાણ શરૂ થઇ ચૂકયું છે.

આયોજક સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, અશ્વિન ભુવા,પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઈ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, જીગર ભટ્ટ સહિતની ટીમ આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

 

દીકરીઓની સુરક્ષા એ અમારી પ્રથમ જવાબદારીઃ ખેલૈયાઓ મેદાનમાં તિલક કરી રાસે રમવા આવે

રાજકોટઃ અબતક સુરભી રાસોત્‍સવની પત્રકાર પરીષદમાં સતિષભાઇ મહેતા અને વિજયભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે નોરતાના નવેય દિવસ કંઇક અનોખું નજરાણું પીરસવામાં આવશે. રાસોત્‍સવમાં કોઇ પણ જાતની અગવડતા ન પડે તે માટે દીકરીઓ માટે ખાસ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. દીકરીઓની સુરક્ષાની જવાબદારી એ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ખેલૈયાઓ રાસે રમવા આવે ત્‍યારે માથામાં તિલક કરીને આવે તેવો અનુરોધ કરાયો છે.

(3:11 PM IST)