<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

શનિવારે ઘરેથી નીકળેલા સર્જીલ સોલંકીનું ગવલીવાડના વોંકળામાં પડી જતાં ડુબી જવાથી મોતઃ પરિવારમાં માતમ

ચાલીને નીકળતી વખતે લપસી પડતાં મોઢુ પાણીમાં જતાં ઉભો ન થઇ શક્‍યાનું તારણઃ લાશ ફુલાઇ જતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

 

જ્‍યાં કરૂણ ઘટના બની તે ગવલીવાડમાં આવેલો વોંકળો, જ્‍યાંથી લાશ મળી તે ખાડો અને યુવાનનો મૃતદેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૫: શહેરના ગવલીવાડ મેઇન રોડ પર શ્રી જલારામ મંદિર નજીક આવેલા વોંકળામાંથી ગવલીવાડમાં જ રહેતાં રિક્ષાચાલકની માથું વોંકળાના પાણીમાં ડુબી ગયેલી હાલતમાં લાશ મળી આવતાં વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ હતી અને અરેરાટી વ્‍યાપી ગઇ હતી. શનિવારે ઘરેથી નીકળ્‍યા બાદ આજે સવારે તેની લાશ મળી હતી. ચાલીને પસાર થતી વખતે વોંકળામાં લપસી પડતાં મોત થયાની શક્‍યતા જણાઇ હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ગવલીવાડમાં આવેલા નાલામાં એક યુવાનની લાશ ઉંધા માથે પડી હોવાની જાણ થતાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. જયદિપસિંહ જાડેજા, શક્‍તિસિંહ સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો. ૧૦૮ની ટીમ પણ પહોંચી હતી. લોકોની મદદથી પોલીસે લાશ બહાર કઢાવી તપાસ શરૂ કરતાં આ લાશ ગવલીવાડ શેરી નં. ૨૨માં રહેતાં સર્જીલ મહેબુબભાઇ સોલંકી (ઉ.વ.૨૭)ની હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

વોંકળાના પાણીમાં લાશ પડી હોવાને કારણે ફુલાઇ અને કોહવાઇ ગઇ હોઇ પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. મૃત્‍યુ પામનાર સર્જીલ ચોૈહાણ ત્રણ ભાઇમાં વચેટ હતો અને ભાડાની રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેના લગ્ન થયા નહોતાં. શનિવારે તે ઘરેથી નીકળ્‍યો હતો. ચાલીને વોંકળો પસાર કરતી વખતે અકસ્‍માતે લપસી પડયા બાદ ઉભો નહિ થઇ શકતાં અને પાણીમાં મોઢુ જતું રહ્યું હોઇ પાણી પી જતાં મૃત્‍યુ થયા બાદ બે દિવસ લાશ પડી રહી હોઇ ફુલાઇ ગયાનું તારણ પોલીસે કાઢયું હતું. આ બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્‍યામાં વિસ્‍તારના લોકો એકઠા થઇ ગયા હતાં. મૃતકના પિતા પણ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. (૧૪.૧૦)

વોંકળો ખુલ્લો હોઇ લોકો માટે જોખમીઃ અગાઉ પણ બાળકો પડી ગયાની વિસ્‍તારમાં ચર્ચા

ઞ્જ સર્જીલભાઇ સોલંકીની લાશ જે વોંકળામાંથી મળી તે સાવ ખુલ્લો છે, ત્‍યાંથી લોકો અવર-જવર કરતાં રહે છે. શાળાએ જતાં બાળકો પણ અહિથી આવ-જા કરતાં રહે છે. વોંકળાને બંધ કરવામાં આવ્‍યો ન હોઇ તે જોખમી બની ગયો છે. અગાઉ પણ બે બાળકો અહિથી ચાલીને જતી વખતે લપસી પડયા હતાં. જો કે બીજા લોકો પાછળ હોઇ તેણે તરત જ બહાર કાઢી લીધા હતાં. સંબંધીત તંત્રવાહકો આ મામલે યોગ્‍ય કરે તેવી રહેવાસીઓની માંગણી છે. (૧૪.૧૦)

(3:00 PM IST)