<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

જિલ્લા પંચાયતની કામચલાઉ કચેરીની મરામતના ખર્ચનો હોબાળોઃ ૩૦ દિ'માં તપાસની પદાધિકારીઓની જાહેરાત : જુઓ વિડિયો

કલર, એ.સી.-કોમ્‍પ્‍યુટર ફીટીંગ, પરિવહન વગેરેના ખર્ચના અમુક આંકડા આશ્વયજનક : કોર્ટ બીલ્‍ડીંગ લાંબો સમય પડતર રહેલ તેમજ મરામત માટેની સરકારી ગ્રાંટમાં મોડુ થવાથી ખર્ચ થોડો વધી ગયાનો કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડાનો બચાવ

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા, શાસક ભાજપના નેતા વિરલ પનારા, દંડક સવિતાબેન ગોહેલ, બાંધકામ સમિતિના અધ્‍યક્ષ દર્શનાબેન રાદડીયા, કાર્યકારી કાર્યપાલ ઇજનેર એસ.આર. પટેલ વગેરેએ પત્રકારો સાથે વાતચીત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૬.૧૩)

રાજકોટ, તા. ૧પઃ જિલ્લા પંચાયતની હાલની કચેરીની જગ્‍યાએ નવી કચેરી બનાવવાની હોવાથી બે વર્ષ માટે પંચાયત કચેરીનું જુના કોર્ટ બિલ્‍ડીંગ ખાતે સ્‍થળાંતર કરવામાં આવ્‍યુ છે. આ કામચલાઉ કચેરીમાં સફાઇ તેમજ જરૂરી સુવિધા માટે થયેલ ખર્ચનો હોબાળો થયેલ છે. કામ રાખનાર નિલગ્રીવ એજન્‍સીએ ૮૪ લાખનું બીલ મુકેલ તે પૈકી રર લાખ ચુકવાય ગયા છે. વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાએ આ કામમાં ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ કરતા પદાધિકારીઓએ સમગ્ર બાબતની ૩૦ દિવસમાં તપાસ કરાવવાની જાહેરાત કરી છે. આજે પત્રકાર પરીષદમાં ભાજપના શાસકોએ આ અંગેની માહિતી આપેલ. પત્રકારોના અમુક સવાલના જવાબમાં પદાધિકારીઓ ગુચવાય ગયા હતા. શૈલેષભાઇ સંચાલીત નીલગ્રીવ નામની એજન્‍સીએ કામ કર્યાનું કારોબારી અધ્‍યક્ષે જણાવ્‍યું હતું.

પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડાએ જણાવેલ  કે, કોન્‍ટ્રાકટ એજન્‍સીએ જે બીલ મુકયા છે તેની તપાસ ચાલુ છે પ્રથમ તબકકાનું રર લાખનું બીલ ચુકવાયુ છે. હાલ બાકીની રકમનું ચુકવણું અટકાવી દેવામાં આવ્‍યુ છે.  વિપક્ષી નેતાના આક્ષેપ અંગે તપાસ કરવામાં આવશે. જરૂર પડયે બહારના અધિકારીને તપાસમાં જોડી સત્‍ય બહાર લાવવામાં આવશે. ૩૦ દિવસમાં તપાસનો અહેવાલ આવી જશે. આ કામમાં ખોટું થયુ છે કે નહી તે અભ્‍યાસ કર્યા વિના કહી શકાય નહી. અત્‍યાર સુધી તપાસ શા માટે ન કરી ? વધારે રકમનું બીલ લાગે છે ? વગેરે સવાલોના કારોબારી અધ્‍યક્ષે ગોળ ગોળ જવાબ આપેલ.

કાર્યકારી કાર્યપાલક ઇજનર એસ.આર. પટેલે ખર્ચના રજુ થયેલ બીલની આંકડાકીય માહિતી આપી હતી.

૮૪ લાખનું કામ થયાનું જણાવાયુ છે તેમાં ગ્રાઉન્‍ડ વોટર ટેન્‍ક, વૃક્ષ કટીંગ, પાર્કીંગમાં પતરા નાખવાનું, આરોગ્‍ય સ્‍ટોરમાં રીપેરીંગ, સીસી ટીવી કેમેરા, કોમ્‍પ્‍યુટર વગેરે સ્‍થળાંતર વગેરેના કામ દર્શાવવામાં આવ્‍યા છે. પંચાયત કચેરીએથી પાણીનો ટાંકો શીફટ કરવાના મજુરીના રૂા. ૧ર હજાર દર્શાવવામાં આવેલ છે. કોર્ટ બીલ્‍ડીંગના આગળના ભાગના કલર કામના ૪૭ હજાર બતાવાયા છે. બે મીષાી દ્વારા પાંચ દિવસ ફીકસ ફર્નીચર છુટા પાડવાના ખર્ચના ૧ર હજાર મજુરી બતાવેલ છે.

(4:02 PM IST)