News of Monday, 15th September 2025
એ હાલો ગરબે રમવા..‘અકિલા રઘુવંશી બીટસ રાસોત્સવ'માં ખેલૈયાઓમાં જબરી ઉત્સુકતા
સાધુ વાસવાણી રોડ ઉપર રોશની અને આનંદનો થશે ઝગમગાટઃ તૈયારીનો ધમધમાટ ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે પાસ મેળવી લેવા હાકલ

રાજકોઠઃ સતત દસમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ સુધી ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૫''નું સાધુ વાસવાણી રોડ ખાતે ભવ્ય આયોજન કરાયુ છે.
જગત જનનીમાં આદ્યશકિતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે તેમ-તેમ રંગીલા રાજકોટના લોકો રાસ-ગરબાની રમઝટ બોલાવવા આતુર બની રહ્યા છે ત્યારે સતત ૧૦ વર્ષથી રાજકોટમાં દાંડિયારાસનું આયોજન કરતા ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ' હવે આ વર્ષે અનોખા અંદાજ સાથે આવી રહ્યું છે. નવરાત્રીના આખરી દિવસે મેગા ફાઈનલને બદલે દરરોજ પ્રિન્સપ્રિન્સેસ જાહેર કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન સમાજનાં સર્વે લોકો માટે થઈ રહયું છે ત્યારે દશ દિવસનાં વ્યકિત દીઠ નજીવા દરે સીઝન પાસ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવનાર છે. દરેક વિસ્તારને નાઈટ વીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે. નવરાત્રીના આગમનને વધાવવા ખેલૈયાઓ થનગની રહયાં છે.
આસોની અંજવાણી, માડી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્મ. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તારી માં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો પર અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓને આનંદ કરશે.
‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ના ફોર્મ વિતરણ માટેના વ્હોટસએપ મો.૯૩૨૭૭ ૦૬૭૦૭, મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮ નંબર મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકશો.
‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૫'ના ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્ટમ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી (પ) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્યુટી સલુન, સવન સ્રફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) જલારામ ખમણ, ગાંધીગ્રામ મેઈન રોડ, સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ (૧૦) ઉમાવંશી દાબેલી,ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૧૧) નુપુર શૃંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, (૧૨) ગીરીરાજ સોડા સેન્ટર, કલ્યાણ સ્કૂલની બાજુની શેરી, રૈયા રોડ, (૧૩) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૪) આઈ ફોસ્ટર ચશ્માઘર, રૈયા રોડ, નક્ષત્ર બીલ્ડીંગ, બાપા સીતારામ ચોક પાસે, (૧૫) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૧૬) મુંબઈ મહારાજ વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્કલેવ, શીવાલય ચોક, રેલનગર, (૧૭) રાયચુરા ટ્રેડીંગ એ૯૯, સંદીપભાઈ ગંદા, બેડી માર્કેટીંગ યાર્ડ, (૧૮) બાલકૃષ્ણ હોઝીયરી, ભીંડ ભંજન સોસાયટી મેઈન રોડ, શ્રીમદ એપા. ની સામે, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતેથી ફોર્મ મળશે. ફોર્મ માટે મો.૯૫૭૪૩૩૯૩૩૯ તથા મો. ૮૭૫૮૫૮૫૮૪૮ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો.૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવો.
(4:04 PM IST)










