તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Monday, 15th September 2025
વોર્ડ નં.૪ માં ગંદા પાણીની રેલમછેલ ભૂતકાળ બનશે
૧.૭૧ કરોડના વિકાસકામો થશેઃ કોર્પોરેટરોના પ્રયત્ન સફળ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪માં (૧) રૂા.૧.૫૭ કરોડના ખર્ચે જુદી જુદી સોસાયટીમાં ડ્રેનેજ નેટવર્કનું કામ તથા (૨) રૂા.૧૪.૧૬ લાખના ખર્ચે નવા મોરબી રોડ પર ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના કોમન પ્લોટમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવાનું કામ આમ કુલ મળી રૂા.૧.૭૧ કરોડના કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ માન.મેયરશ્રી તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ પીપળીયા તથા કંકુબેન ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(4:05 PM IST)










