News of Monday, 15th September 2025
અંતે એસ.ટી., બસપોર્ટના પ્રવેશદ્વાર પાસેના ખાડા ડામર કામથી મઢાયા
મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતના પગલે ઝડપી કામગીરી

રાજકોટ, તા. ૧પ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે રાજકોટના ઢેબર રોડ પર એસ.ટી બસપોર્ટ પણ લાંબા સમયથી મસ મોટા ખાડાઓ બસના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હતા જે પગલે ત્યાં વરસાદનું પાણી ભરાતા મુસાફરોને અને બસની અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડતી હતી અને ડ્રાઇવરોને પણ બસ અંદર લેતી વખતે બસની કમરનો તૂટે તો પેનલ્ટી થતી હતી અને અંદર લેવામાં પણ ભારે હાલાકી થતી હતી. મેનેજર દ્વારા બાજુમાં જ રહેલા રાજકોટ મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરી હોય એવું અમારી જાણમાં છે નહીં.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના આ ખાડા અંગે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર રાવલ અને વોર્ડ નંબર સાતના મધુ ગાનવિત સાથે સતત સંપર્કમાં રહી મુસાફરોને પડતી તકલીફથી વાકેફ કરેલ હતા અને તાત્કાલિક બસપોર્ટ ના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ પરના ઢેબર રોડ પરના ખાડાઓ આજરોજ બુરી દેવામાં આવ્યા છે. ડામર પાથરતી વખતે સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર રાવલ અને સમિતિના ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થિત કામગીરી પૂર્ણ કરાવી હતી. આ તકે હકારાત્મક અપનાવી તાત્કાલિક કામ પૂર્ણ કરાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર અને વોર્ડ નંબર ૭ ના ડેપ્યુટી ઇજનેરનો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ આભાર વ્યક્ત કરેલ છે.
(4:06 PM IST)










