તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Monday, 15th September 2025
વોર્ડ નં.૦૬માં નવી વોર્ડ ઓફીસ બનશે : કુલ રૂા.૨.૯૬ કરોડ

રાજકોટ, તા. ૧પ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માં રૂા.૨.૬૨ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ-૭ (રાજકોટ), એફ.પી.-૧૪૩માં કબીરવન મેઈન રોડ પર નવી વોર્ડ ઓફીસ બનાવવાનું કામ, રૂા.૩૩.૬૬ લાખના ખર્ચે સફારી પાર્કથી પરશુરામ ઇન્ડસ્ટ્રીઝને જોડતા રસ્તામાં મેટલીંગ કરવાનું કામ, આમ વોર્ડ નં.૦૬માં કુલ રૂા.૨.૯૬ કરોડના કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(4:08 PM IST)










