News of Monday, 15th September 2025
વોર્ડ નં. ૧૪માં આધુનિક મોડલ સ્કુલ નિર્માણ પામશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં રૂા.૨.૯૭ કરોડના ખર્ચે શાળા નં.૫૧ (વિક્રમ સારાભાઇ પ્રાથમિક શાળા)નાં જુના બાંધકામને ડીમોલીશ કરી આધુનિક મોડલ સ્કુલ બનાવવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરશ્રીઓ કેતનભાઇ પટેલ, નિલેશભાઇ જલુ, વર્ષાબેન રાણપરા તથા ભારતીબેન મકવાણા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(4:08 PM IST)










