<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

કરોડોના કડદાની શંકાઃ ફાયર સ્‍ટેશનનું ટેન્‍ડર સ્‍થગીત

કનક રોડ પરનું નવુ સ્‍ટેશન બનાવવા એસ્‍ટીમેન્‍ટ કરતા ઉંચા ભાવ આવતા રી-ટેન્‍ડરની સુચના આપતા જયમીન ઠાકર

રાજકોટ : શહેરના કનક રોડ પર આવેલ સેન્‍ટ્રલ ઝોન ફાયર સ્‍ટેશન નવુ બનાવવા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ગ્રાઉન્‍ડ ફલોર સહિત ૩ માળના ભાવ એસ્‍ટ્રીમેન્‍ટ કરતા ૧૭ ટકા ઉંચા ભાવ આવતા સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍યોની આંખો પહોળી થઇ ગઇ હતી અને  વધારે ઉંચા ભાવ લાગતા આ કામનું ફરી રી-ટેન્‍ડર કરવા સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે સુચના આધિકારીઓને સુચના આપી હતી.

મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં સેન્‍ટ્રલ ઝોન કચેરી પાછળ આવેલ કનક રોડ ઉપર આવેલ હયાત જર્જરિત ફાયર સ્‍ટેશનના સ્‍થાને નવું બાંધકામ કરવા માટેની દરખાસ્‍ત રજૂ થયેલ મનપા દ્વારા ૧૦.૬૪ કરોડ એસ્‍ટીમેન્‍ટ ભાવ નક્કી કરવામાં આવેલ છતાં ૧૬.૭૪્રુ વધુ ભાવ ભરી આ દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગમા રજૂ કરતા ચેરમેને આ દરખાસ્‍ત પરત મોકલી રી-ટેન્‍ડર કરવાના આદેશ કર્યા હતા. તેમજ આ મુદ્દે જણાવેલ કે, ગત સ્‍ટેન્‍ડિંગમાં વોર્ડ નં.૨, ૧૧ અને ૧૭માં ફાયર સ્‍ટેશનો મંજૂર કરવામાં આવ્‍યા છે. જેના ભાવ નીચા આવ્‍યા હતા અને કનક રોડ ફાયર સ્‍ટેશનનું બાંધકામ ઓછુ હોવા છતા ૧૬.૭૪ટકા વધુ ભાવ આવ્‍યા છે. જેથી અગાઉના ટેન્‍ડર મુજબ એક સ્‍કવેર ફૂટ દીઠ રૂા.૭૮૦ જેટલો મોટો ફરક પડી રહ્યો છે. જેના લીધે તંત્રને કરોડોનુ નુકસાન થાય તેમ હોય રી-ટેન્‍ડર કરવાની સૂચના આપવામાં આવી છે.

વધુમાં ચેરમેને જણાવેલ કે, વોર્ડ ન.૧૭માં ફાયર સ્‍ટેશન માટેના ટેન્‍ડરમાં ૬.૭૦ ટકા વોર્ડ નં.૧૧ના બાંધકામમાં ૭ ટકા અને વોર્ડ નં.૨ના ટેન્‍ડરમાં ૩.૭૨ ટકા ઓછા આવ્‍યા છે. વોર્ડ નં.૧૭માં પ્રતિ ચોરસ ફૂટ રૂા.૨૭૬૬ તથા વોર્ડ નં.૧૧માં રૂા.૨૨૦૨ અને  વોર્ડ નં.૨માં ફાયર સ્‍ટેશનમાંના બાંધકામ માટે પ્રતિ ચોરસ ફૂટ રૂા.૨૫૨૪નો ભાવ આવ્‍યો છે. જયારે કનક નગર ફાયર સ્‍ટેશનના ટેન્‍ડરના હીસાબ મુજબ રૂા.૨૯૮૧ પ્રતિચોરસ ફૂટ ભાવ આવેલ છે. જે ડિફરન્‍સ રૂા.૭૮૦ પ્રતિ ફૂટ હોવાથી રી-ટેન્‍ડર કરી ઓછા ભાવ આવે તો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે.

(4:52 PM IST)