News of Monday, 15th September 2025
રાજકોટ જિલ્લા સંયુકત કર્મચારી મોરચા દ્વારા કાલે ૧૧ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના જન્મોત્સવ નિમિતે આયોજન : એક લાખ બોટલ રકત એકત્ર કરવા ટાર્ગેટ : વર્લ્ડ રેકોર્ડ બનાવવા પુરજોશથી તૈયારીઓ

રાજકોટ તા. ૧૫ : સંયુકત કર્મચારી મોરચો રાજકોટ દ્વારા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિતે કાલે તા. ૧૬ના મંગળવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કર્મચારી મોરચાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે હાલ દેશમાં સગર્ભા માતાઓ, કેન્સરના દર્દીઓ, હિમોફીલીયાના દર્દીઓ, અકસ્માતના દર્દીઓ, ઓપરેશનના દર્દીઓ, થેલેસેમીયાના દર્દીઓ માટે લોહીની ખુબ જરૂરીયાત રહે છે. ત્યારે આ રકતની ખપ પુરી કરવાના હેતુથી રાજયના તમામ કર્મચારી મહામંડળો/મહાસંઘોના સંયુકત ઉપક્રમે કાલે વિવિધ સ્થળોએ રકતદાનનું આયોજન કરાયુ છે. જેના માધ્યમથી એક લાખ યુનિટ રકત એકત્ર થાય તેવો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. આ માટે આયોજનબધ્ધ રીતે તૈયારીઓ કરવામાં આવી છે.
રાજકોટમાં પણ ૧૧ સ્થળે રકતદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન ઓફીસ, બસ સ્ટેશન પાસે, (ર) મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮, જીવરાજ પાર્ક, (૩) માધાપર તાલુકા શાળા, જામનગર રોડ, (૪) આત્મીય યુનિવર્સિટી, કાલાવડ રોડ, (૫) વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, (૬) પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ, ૮૦ ફુટ રોડ, વાણીયા વાડી, (૭) ગોરધનભાઇ મજેઠીયા, શાળા નં. ૬૦, રૈયા રોડ, હનુમાન મઢી પાસે, (૮) મેપલવુડ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય કેમ્પસ, સંત કબીર રોડ, બેડીપરા, (૯) આર. કે. યુનિવર્સિટી, (૧૦) મારવાડી યુનિવર્સિટી, (૧૧) દર્શન યુનિવર્સિટી ખાતે મહારકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે.
સમગ્ર આયોજન માટે સંયુકત કર્મચારી મંડળ રાજકોટના કન્વીનર અને શહેર આચાર્ય સંઘના પ્રમુખ ડો. શૈલેષ સોજીત્રા, પ્રભારી સુનિલભાઇ બરોચિયા, સંજયભાઇ પંડયા, પ્રિયવદનભાઇ કોરાટ, ધીરેનભાઇ વ્યાસ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થા અને વિવિધ એનજીઓના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે આચાર્ય સંઘમાંથી ડો. તુષારભાઇ પંડયા, વિનોદભાઇ ગજેરા, કિશોરભાઇ હીરપરા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ડો. લીલાભાઇ કડછા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કૌશિકભાઇ રાવલ, સરકારી શિક્ષક સંઘના પ્રમુખ અલ્પેશભાઇ કપુપરા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ સદાદીયા, વ્યાયામ મંડળના પ્રમુખ ભરતસિંહ પરમાર, વહીવટી મંડળના પ્રમુખ અશોકભાઇ ભારાઇ, આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અશોકભાઇ જોશી, તલાટી કર્મચારી મંડળના પ્રમુખ ચિરાગભાઇ ગરૈયા, કલેકટર ઓફીસ કર્મચારી મંડળમાંથી કિરીટસિંહ ઝાલા, બહુમાળી ભવન કર્મચારી મંડળમાંથી ક્રિપાલસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત કર્મચારી મંડળમાંથી ગોહિલભાઇ, વિશાલભાઇ, મ્યુ.કર્મચારી મંડળમાંથી પ્રેરિતભાઇ જોશી સતત જોડાયેલા છે.
કાલે તા. ૧૬ ના સવારે ૮ થી સાંજે ૪ સુધી યોજાયેલ આ રકતદાન કેમ્પમાં વધુને વધુ સંખ્યામાં કર્મચારીઓ અને સ્વૈચ્છીક રકતદાતાઓએ રકતદાન કરવા જાહેર અનુરોધ કરાયો છે.
રકત એકત્રિતકરણ વ્યવસ્થા માટે સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેન્ક, વોલન્ટરી બ્લડ બેંક સહીત શહેરભરની મોટાભાગની બ્લડ બેંકોને નિમંત્રિત કરવામાં આવી છે.
રકતદાન કરનાર રકતદાતાઓને ગીફટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરાશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. શૈલેષ સોજીત્રા, ડો. તુષારભાઇ પંડયા, કિશોરભાઇ હિરપરા, ડો. લીલાભાઇ કડછા, આશીષભાઇ પાઠક, વિજયભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:45 PM IST)










