News of Tuesday, 16th September 2025
સોનીબજારમાંથી બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ ચોરી ‘છૂ'
દાગીના બનાવવાના કામે રહ્યાની પ્રથમ રાતે જ ‘કળા' કરીઃ રામનાથપરાના રૂમમાં સાથેના બીજા કારીગર પાસે ચાવી હોઇ તે ચોરી લઇ દૂકાને પહોંચી તાળા ખોલી હાથફેરો કરી ગયોઃ ચાર મહિના સુધી ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરાઇઃ રાજકોટ પ્રહલાદ પ્લોટમાં રહેતાં શ્રીહરિ ઓર્નામેન્ટવાળા તરૂણભાઇ પાટડીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે પશ્ચિમ બંગાળના શફીફુલ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરીઃ આઠેક મહિનાથી કામ કરતાં બંગાળના જાહીદ ઉર્ફ રાજ મલિકની ભલામણની નોકરીએ રાખ્યો હતોઃ આધાર કાર્ડ કાલે આપશે એવું શફીફુલે કહ્યું: પણ રાતે જ ચોરી કરી ભાગી ગયો

સોની બજારમાં જ્યાંથી બંગાળી કારીગર એક કરોડ એક લાખનું સોનુ ચોરી ગયો તે દૂકાન જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૬: સોની બજારમાં અનેક બંગાળી કારીગરો સોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ વિશ્વાસથી કરી રહ્યા છે. પરંતુ અમુક કારીગરો એવા હોય છે જે થોડા સમય કામ કરી જે તે શેઠનો વિશ્વાસ જીતી બાદમાં સોનુ કે તૈયાર દાગીના ઉસેડી ભાગી જતાં હોય છે. આ પ્રકારના અનેક બનાવ અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. વધુ એક વખત સોની બજારના વેપારી સાથે ઠગાઇ થઇ છે. જેમાં દાગીના બનાવવાના કામે રખાયેલો પヘમિ બંગાળનો કારીગર કામના પહેલા દિવસે જ રાત પડતાં દૂકાનની ચાવી બીજા કારીગર હસ્તક હોઇ તેની નજર ચુકવી આ ચાવી લઇ રામનાથપરાના રૂમેથી સોનીબજારમાં આવી દાગીના બનાવવાની દુકાનના તાળા તોડી ૧ કરોડ ૧ લાખનું સોનુ ઉસેડી ભાગી જતાં દોડધામ મચી ગઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૫, દિગ્વીજય રોડ પર રહેતાં તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી મુળ પヘીમ બંગાળના શફીફુલ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના ગયા મે મહિનામાં બની છે. પરંતુ જે તે વખતે વેપારીએ જુના બંગાળી કારીગર થકી આ શફીફુલને કામે રાખ્યો હોઇ જુના કારીગરે પોતે એક જ ગામના હોઇ શફીફુલને શોધી કાઢશે, સોનુ પાછુ અપાવી દેશે તેવો વિશ્વાસ આપ્યો હોઇ વેપારીએ અત્યાર સુધી રાહ જોઇ હતી. પરંતુ શફીફુલ ન મળતાં અંતે પોલીસને જાણ કરવામાં આવી છે.
વેપારી તરૂણભાઇ પાટડીયા પરિવાર સાથે રહે છે અને સોની બજાર ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરિ ઓર્નામેન્ટ નામની સોનાના દાગીનાની દુકાન ચલાવે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સોની બજારમાં આર. એચ. જ્વેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટવાળી શેરીમાં પહેલા માળે અમારી માલિકીની જગ્યા છે, ત્યાં સોનાના દાગીના બનાવવાનું કામ અમારા કારીગરો કરે છે. તા. ૨૭/૫/૨૫ના સવારે અમારે ત્યાં આઠ નવ મહિનાથી કામ કરતાં કારીગાર જાહીદ મલિક ઉર્ફ રાજ તેના પરિીચત પヘીમ બંગાળના શફીફુલ શેખને લઇને આવ્યો હતો, તેને અમારે ત્યાં કામે રહેવું હોઇ તેવી વાત કરતાં મેં તેની પાસે આધારકાર્ડ માંગ્યું હતું.
આ પછી શફીફુલે પોતે આવતીકાલે આધારકાર્ડ આપશે તેમ કહ્યું હતું. આ પછી શફીફુલ મારા જુના કારીગર જાહિદ ઉર્ફ રાજ સાથે કામ કરવા બેસી ગયો હતો. બીજા દિવસે સવારે દસેક વાગ્યે મને મારા ફોનમાં જુના કારીગર રાજનો ફોન આવેલો કરે અમે રાતે બે વાગ્યા સુધી કામ કરતાં હતાં અને બાદમાં દુકાન બંધ કરી તાળુમ ારીને રામનાથપરા-૪માં રહેતાં હોઇ ત્યાં જઇ સુઇ ગયા હતાં. ત્યાંથી રાતે કોઇપણ સમયે કારીગર શફીફુલ દુકાનની ચાવી લઇ કોઇને કહ્યા વગર કામના સ્થળે જઇ તાળા ખોલી દુકાનમાંથી દાગીના બનાવવા માટે રખાયેલુ ૧૩૪૯.૩૩૦ ગ્રામ ૧૮ કેરેટનું સોનુ લઇ ભાગી ગયો છે.
આથી સોની બજાર આર. એચ. જ્વેલર્સ પાછળ ગોલ્ડન માર્કેટવાળી શેરીમાં પહેલા માળે અમારા કામ માટેની જગ્યાએ જઇ જોતાં ટેબલના ખાના ખુલ્લા હતાં અને લોક પણ ખુલ્લા હતાં. બાદમાં મેં મારા દિકરાને જાણ કરતાં અમે તથા અમારા કારીગરોએ અમારી જાતે શફીફુલને શોધવા તપાસ કરી હતી. પણ તે ન મળતાં ફરિયાદ કરવાનું નક્કી કરતાં જાહીદ મલિક ઉર્ફે રાજે કહેલુ કે શફીફુલ શેખ અમારા ગામનો વતની હોઇ અમારા સગા સંબંધીઓ દ્વારા તેને શોધી કાઢશું અને સોનુ પરત મેળવી લઇશું. આથી જાહીદની વાત માની અમે ફરિયાદ કરી નહોતી. આ પછી અમે જાહીદને રોજ પુછીએ ત્યારે તે કહેતો કે થોડા દિવસમાં જ શફીફુલનો સંપર્ક થઇ જશે. જો કે આ રીતે ઘણા દિવસો વિતી જવા છતાં અને જાહીદ ઉર્ફ રાજે પોતાની રીતે તપાસ કરવા છતાં શફીફુલ મળતો ન હોઇ અંતે અમે પોલીસને જાણ કરી હતી. શફીફુલ જે સોનુ લઇ ગયો છે તેની કિંમત રૂા. ૧,૦૧,૦૯,૮૫૫ થાય છે. તેમ વધુમાં તરૂણભાઇ પાટડીયાએ જણાવતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ બી. આર. સાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(3:54 PM IST)










