News of Tuesday, 16th September 2025
બજરંગ ગરબી મંડળની બાળાઓના સળગતી ઇંઢોણી, અઘોર નગારાના રાસ ભારે વિખ્યાત

રાજકોટઃ બજરંગ ગરબી મંડળ દ્વારા કારડીયા રજપૂત સમાજની વાડી, મવડી ચોકડી ખાતે છેલ્લા ૧૮ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમા઼ ૩૦ બાળાઓ, ગાયક ટવીંકલબેન સરધારા, મંજીરા વ્યાસ વલ્લભભાઇ, ઢોલક બગાણીયા રાજુભાઇ, પેટી રોનકભાઇ સોલંકીના તાલ સાથે સળગતી ઇઢોણી રાસ, અંબેમાની ચુંદડી, માડી તારા અધોર નગારા વાગે, ચોટીલાના ડુંગરે કાનુડા રસ, ટીપણી રાસ વિ. રાસ રજૂ કરશે બાળાઓને લ્હાણી પણ આપવામાં આવે છે. ભાવિકોએ બાળાઓના રાસ નિહાળવા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(11:13 AM IST)










