<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ "યાત્રી સેવા દિવસ" ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય તપાસ શિબિર, રક્તદાન શિબિર અને લોકનૃત્ય સહિતના આયોજન

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસને ભારતના તમામ એરપોર્ટ પર "યાત્રી સેવા દિવસ" તરીકે ઉજવણી

રાજકોટ :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ૧૭ સપ્ટેમ્બરએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ભારતના તમામ એરપોર્ટ પર "યાત્રી સેવા દિવસ" તરીકે ઉજવી રહી છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ "યાત્રી સેવા દિવસ" ની ઉજવણીના ભાગ રૂપે આરોગ્ય તપાસ શિબિર, રક્તદાન શિબિર અને લોકનૃત્ય જેવી વિવિધ દિવસભરની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી રહ્યું છે.

પત્રકારો/મીડિયા વ્યક્તિઓને "યાત્રી સેવા દિવસ" ની પ્રવૃત્તિઓને આવરી લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે, તેમને સવારે ૧૧-૩૦ વાગ્યે આવવા અને બીજા ભાગમાં "યાત્રી સેવા દિવસ" ની પ્રવૃત્તિઓ પર પ્રેસ બ્રીફનું આયોજન કરેલ છે 

(7:28 PM IST)