News of Wednesday, 17th September 2025
નરેન્દ્રભાઇનું નેતૃત્વ ભારતને વધુ સબળ બનાવશેઃ પ્રવીણાબેન
જન્મદિનની શુભેચ્છા પાઠવતા પંચાયત પ્રમુખ

રાજકોટ,તા.૧૭: ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇનો જન્મદિવસ છે. આજના આ ખાસ દિવસે, તેમના અથાગ પરિશ્રમ, દેશ પ્રત્યેની અતૂટ સમર્પણ ભાવના અને ભારતને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓ પર લઈ જનારા નેતળત્વ ને વંદન છે. તેમ પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી જણાવે છે.
ગુજરાત ના પનોતા પુત્ર શ્રી મોદીજીના નેતળત્વમાં ભારતે વિકાસ,ટેકનોલોજી અને સુશાસનના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. તેમની ‘સબકા સાથ,સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની દૃષ્ટિ અને ‘આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ દેશના દરેક નાગરિકને પ્રેરણા આપે છે. તેમના દ્વારા શરૂ કરાયેલી અનેક યોજનાઓ, જેવી કે ડિજિટલ ઇન્ડિયા,મેક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઈન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન અને આયુષ્માન ભારત,કિસાન સન્માન નિધિ ભારતના સર્વાંગી વિકાસનો પાયો બની છે.ઓપરેશન સિંદૂર થકી દુશ્મનો નો સફાયો કરી ને દેશ સુરક્ષા મજબૂત અને સશકત હાથો માં છે તેની પ્રતિતિ સમગ્ર દેશવાસીઓ ને થઈ ગઈ છે. તેમનું નેતળત્વ ભારતને વધુ સમળદ્ધ, શક્તિશાળી અને એકતાના સૂત્રમાં બાંધે તેવી અમારી શુભકામનાઓ છે. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી જણાવે છે.
(2:11 PM IST)










