તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
શુક્રવારે શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્સવનું આયોજન
નામી કલાકારો તાલ અને સુર સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશેઃ પાસ વિતરણ શરૂ

રાજકોટઃ માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીને વધાવવા દર વર્ષની જેમાં આ વર્ષે પણ શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિ દ્વારા વેલકમ નવરાત્રી રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારેનાનામવા સર્કલ પાસે રાધે ગ્રાઉન્ડ(મસાલા માર્કેટ ગ્રાઉન્ડ)માં ભવ્ય રાસોત્સવ યોજાશે. જેમાં નામી કલાકારોના તાલ અને સુર સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે. જેના પાસનું વિતરણ શરૂ કરી દેવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે શ્રી ક્ષૌરકર્મ વાળંદ સેવા સમાજ સમિતિના પ્રમુખ ગીરધરભાઈ બગથરીયા (મો.૮૧૪૧૯૧૦૩૩૪), મંત્રી ભરતભાઈ ધોળકિયા, મો. (મો.૯૮૨૫૮૨૮૩૩૬), ખજાનચી લલીતભાઈ પરમાર (મો.૯૮૨૫૨૩૯૧૩૪) અને સહમંત્રી બળદેવભાઈ સોલંકી (મો.૯૪૨૮૨૯૮૩૦૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમ આયોજન માટે સમાજના વડીલોઓ વાળંદ સેવા સમાજ પ્રમુખ દેવુભાઈ વાજા, કર્મચારી મંડળ પ્રમુખ રમેશભાઈ સુરાણી વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા સર્વે યુવા આગેવાન ચિરાગભાઈ પોપટાણી, પ્રકાશભાઈ પરમાર, રાજુભાઈ દુદકીયા, કમલેશભાઈ અમરેલીયા, મહેશભાઈ ઝાલા, મુકેશભાઈ શીશાંગીયા, જયેશભાઈ ગોહેલ, યોગેશભાઈ ગોહેલ, ગીરીશભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રાવરાણી, જીજ્ઞેશભાઈ રાઠોડ, જીજ્ઞેશભાઈ ગોહેલ, જયંતીભાઈ ભટ્ટી, અરુણભાઈ વિઠ્ઠલાપરા, દિનેશભાઈ ભાયાણી, કાળુભાઈ ગોહેલ, અંકુરભાઈ લખતરીયા, રવિભાઈ લખતરીયા, રાકેશભાઈ શીશાંગીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
(2:14 PM IST)










