News of Wednesday, 17th September 2025
સાગર ઉર્ફ બગાને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો
આજીડેમ પોલીસની ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૭: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અલગ અલગ ગુનામાં સામેલ સાગર ઉર્ફ બગો રણછોડભાઇ જોગરાજીયા (ઉ.વ.૩૧-રહે. લાખણકા તા. ચોટીલા)ને પાસા તળે જેલમાં મોકલી દેવાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસાની દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરતાં સાગર ઉર્ફ બગાને અમદાવાદ જેલહવાલે કરાયો છે. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા, હારૂનભાઇ ચાનીયા, પીસીબીના સ્ટાફ સહિતની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.
(4:13 PM IST)










