News of Wednesday, 17th September 2025
સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિની મર્યાદા ન જાળવી ભાજપે વસુધૈવ કુટુંબકમના પોતાના ભાષણોને પોકળ સાબિત કર્યાઃ સિદ્ધાર્થ પરમાર
સ્વ. વિજયભાઈ રૂપાણી અને મે કોર્પોરેટર તરીકે સાથે કામ કર્યુ, બાદમાં મારે વૈચારિક મતભેદો થયા હતા પરંતુ ભાજપના તેઓ વફાદાર સૈનિક હતા કરોડોની સંપત્તિની માલિક વર્તમાન ભારતીય જનતા પાર્ટી તેના અદના સૈનિક સાથે આવો વ્યવહાર, હરી શકતી હોય તો સામાન્ય જનતાએ વિચારવાનું રહ્યું સ્વ. વિજયભાઈ રૂપાણી મુદ્દે ભાજપના અમાનવીય નિંદનીય કૃત્ય સામે સાથીદારોનું ચૂપ રહેવું શું દર્શાવે છે?

રાજકોટઃ અકાળે અકલ્પનીય રીતે સ્વ. વિજયભાઈ રૂપાણીનું નિધન થયુ જેમાં તેમનો પરિવાર આજ પણ એ સદમામાંથી બહાર નહીં નિકળ્યો હશે. હુ આ મુદ્દે કોઈ રાજનીતિ કરવા નથી માંગતો, પરંતુ ભારત માતાને પરમ વૈભવના સ્થાન ઉપર દો બેસાડવાનું સ્વપ્ર જોનાર, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે પોતાનુ સંપુર્ણ જીવન અર્પણ કરનાર સ્વ. ચિમન કાકા, સ્વ. કેશુબાપા, સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. અબિબ ચાચા, સ્વ. મોરારજીભાઇ કોટક, સ્વ. ગોપુમલ આપુજા, જેવા સન્માનિત વડિલોના ભાજપની આજના ભૌતિક સંપત્તિ ના ભુખ્યાઓએ ભાજપનું વ્યાપારી કરણ કરી નાખ્યું છે. જે કાર્યકર્તાઓ એ પોતાનુ જીવન ઘસી નાખ્યું છે એ બધા આજ હાંસિયામાં પકેલાય ગયા છે. જે મતદારોએ પોતાના અને તેમના બાળકો ના ઉજવલ ભવિષ્ય માટે શ્રદ્ધાથી મત આપ્યા હતા આજે એ મતદારો બેરોજગારી, ગરીબી, આર્થિકમંદીમાં પિસાઇ રહ્યા છે. તેમ પૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થ પરમારે જણાવ્ુયં છે.
તેમણે લખ્યું છે કે સ્વ. વિજયભાઈ રૂપાણી અને હુ ૧૯૯૬ થી ૨૦૦૦ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમા કોર્પોરેટર તરીકે સાથે હતા મિત્ર તરીકેનો અમારો ખુબ સારો સબંધ હતો. કાર્યકર્તાઓની નજીક રહેતા ઘણા પ્રજાહિતના કાર્યો મહાનગરપાલિકામાં અમે સાથે કર્યા છે. બાદમાં શ્રી સંજયભાઈ જોષી અને સ્વ. કેશુબાપાને છોડી નરેન્દ્રભાઈ મોદીના કેમ્પમાં જતા અમારી વચ્ચે સંબંધો મર્યાદિત થઇ ગયા હતા. આજ એજ ભાજપ દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણીના અતિમવિધિના ખર્ચની રકમ તેમના પરિવાર પાસેથી માંગવાની ઘટના હૃદય દ્રવિ ઉઠે તેવી ઘટના છે કયા પરીવારની ભાવના કે વાળુ ભાજપ હતું કે કાર્યકર્તાને તકલીફ થાય તો શ્રી કમલેશભાઈ જોષીપુરા, શ્રી ઉમેશભાઇ રાજયગુરુ, શ્રી કશ્યપભાઈ શુક્લ આવીને ઉભા રહી જતા હતા અને આજના ભાજપે કાર્યકર્તા અને તેના મતદારો બન્ને સાથે છેતરપિંડી કરી છે. જે ભંડેરી-ભારદ્વાજ માટે સ્વ. વિજયભાઈ રૂપાણીએ તેમના સંઘર્ષના સાથીઓને છોડી દિધા હતા તેઓ આ મુદ્દે ચુપ બેસી રહે તે શું દર્શાવે છે? તેમ પણ તેમણે લખ્યું છે. ભારતીય જનતા પાર્ટી જયારે કરોડો રૂપિયાની કાર્યાલયો બનાવી રહી છે. આજ કરોડપતિ ભાજપ છે ત્યારે તેમના જુથના નેતા માટે આટલી નાની રકમ ચુકવવી બહુ મોટી વાત નથી, ઉલ્ટાનું સ્વ. વિજયભાઈ રૂપાણીના પરીવારને ચુકવણી કરવા માટે જણાવવું તે માનવતાને શર્મશાર કરતી ઘટના છે. સંઘ પરીવાર સંઘના સ્વયંસેવકશ્રી સંજયભાઈ જોષી અને સ્વ. કેશુબાપાને થયેલ અન્યાયમા ચુપ રહ્યા અથવા ભાગીદાર બન્યા, જેનુ આ પરીણામ છે. સ્વ. વિજયભાઈ રૂપાણી સંઘના સ્વયંસેવક હતા એ નાતે પણ ભાજપને સંઘે ઠપકો આપવો જોઈએ.
(2:42 PM IST)










