<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

પૈસાના ટેન્‍શનમાં મોરબી રોડના પ્રિન્‍સ ભંડેરી હડાળા પાસે શરીરે થીનર છાંટી સળગ્‍યો

બે-ત્રણ મિત્રો પાસેથી નાણા લીધા હોઇ અઢી લાખનું દેણુ થઇ ગયુ હતું માલધારી જોઇ જતાં તેણે બીજા લોકોને બોલાવી ૧૦૮ મારફત હોસ્‍પિટલમાં ખસેડયો

રાજકોટ તા. ૧૭: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક રાજ રેસીડેન્‍સીમાં રહેતાં પ્રિન્‍સ કિરણભાઇ ભંડેરી (ઉ.વ.૨૧) નામના યુવાને ઘરેથી બાઇક પર મોરબી રોડ નજીકના હડાળા ગામે જઇ મોમાઇ હોટલ પાછળ પોતાના શરીરે થીનર છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

પ્રિન્‍સ બપોરે અઢી વાગ્‍યે ઘરેથી નીકળ્‍યો હતો અને સાથે રસ્‍તામાંથી થીનરની બોટલ લેતો ગયો હતો. તેણે શરીરે થીનર રેડી કાંડી ચાંપતા સળગવા માંડયો હતો. આ વખતે જ એક માલધારી ત્‍યાંથી નીકળતાં તેણે આગ બુઝાવવા પ્રયાસ કરી બીજા લોકોને બોલાવી રાજકોટ સારવાર માટે ખસેડયો હતો. પ્રિન્‍સ બે ભાઇમાં નાનો અને કુંવારો છે. તે ઇમિટેશનના કારખાનામાં નોકરી કરે છે. તેના પિતા બેડી વાછકપર ગામે ખેતી કરે છે અને રાજકોટથી અપડાઉન કરે છે.

પ્રિન્‍સે જણાવ્‍યું હતું કે પોતાને જરૂર હોઇ જેથી બે ત્રણ મિત્રો પાસેથી પૈસા લીધા હતાં. અઢી લાખ જેવું દેણું થઇ ગયું હોઇ પાછા આપવાની ચિંતા હોવાને કારણે આ પગલું ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(2:50 PM IST)