News of Wednesday, 17th September 2025
એ હાલો રઘુવંશી પરિવાર રાસોત્સવના આંગણે ગરબે રમવા
ખેલૈયાઓ પારીવારીક માહોલમાં બોલાવશે રાસની રમઝટ, વિજેતાઓને ઇનામોથી નવાજાશે, પાસનું બૂકીંગ ચાલુ

રાજકોટઃ માં આદ્યશક્તિની આરાધના ના પવિત્ર પર્વ નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પ્રક્રિય રઘુવંશી પરિવાર રાસોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ રઘુવંશી સમાજ માટે ભવ્ય રાસોભાવનું જાજરમાન આધીજન કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ પરિવારીક માહોલ અને સલામતી સુરક્ષાના સજજડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓર્કેસ્ટ્રા જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે યોજાનાર આ રાસોત્સવના સીઝન પાસનું બુકિંગ પૂર્ણતા થવાના આરે છે. મર્યાદિત સંખ્યામાં જ ખેલૈયાઓ રમાડવાના હોવાથી રઘુવશી ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે સીઝન પાસ બૂક કરાવી લેવા વિનંતી કરાઇ છે.
રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા આયોજિત રાસોત્સવ-૨૦૨૫ માં દરરોજ સીનીયર-જૂનિયર અને કિડ્સ પ્રિન્સ- પ્રીન્સેસ ને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે.
કાલાવાડ રોડ પર શાશ્વત પાર્ટી પ્લોટ ખાતે વિશાળ લીલુછમ ગ્રાઉન્ડમાં લોકપ્રિય ખ્યાતનામ સિંગર અજય ગઢવી, વિજય બારોટ, રૂપાલી જાબુચા, નિહાલ પિત્રોડા, તથા એન્કર ચાર્મી ગટેયા તથા ૧.૨૫ લાખ વોટની સુપ્રસિદ્ધ ગણેશ સાઉન્ડની સાઉન્ડ સિસ્ટમ સાથે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આશિષ કોટેચા તથા કવિતા કોટેચાનું શુભઈવેન્ટ્સ ના સાંજીદા-વાજીદાઓ ના સંગાથે ગરબાની રમઝટ સાથે ખેલૈયાઓને થનગનાટ કરાવશે.
પાસ બુક કરવા તથા મેળવવા માટેનું સ્થળઃ સદગુરુ વંદના ધામ ૫-આફ્રિકા કોલોની રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ પાસે ૧૫૦ ફૂટ રીંગ રાજકોટ -મો ૯૮૨૪૪ ૦૦૦૩૦
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રઘુવંશી યુવાનો સર્વશ્રી શ્યામલ વિઠ્ઠલાણી, જતીન દક્ષીણી, આનંદ જોબનપુત્રા, પાર્થ કોટક, ધ્રુવ રાજા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:15 PM IST)










