News of Wednesday, 17th September 2025
આરસીએમ પરિવારને ૨૫ વર્ષ પૂર્ણઃ ભીલવાડા ખાતેથી નિકળેલ રૂપાંતરણ યાત્રા શુક્રવારે રાજકોટમાં: સ્વાસ્થ્ય જાગૃતતા રેલી
રૂપાંતરણ મેળામાં વ્યસન મુક્તિ, રક્તદાન શિબિર, આરોગ્ય પરીક્ષણ વિ.અંગે માર્ગદર્શન અપાશે

રાજકોટઃ આરસીએમ પરિવારને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોય જે અંતર્ગત સમગ્ર દેશમાં કાર્યક્રમોનું આયોજન કરવામા઼ આવેલ છે. જે અંતર્ગત રૂપાંતરણ યાત્રાની શરૂઆત તા.૧૬-૯ના રોજ ભીલવાડા (રાજસ્થાન) થી થઈ ચુકી છે, જે રૂપાંતરણ યાત્રા રાજકોટ ખાતે તા.૧૯/૯ શુક્રવારના રોજ આમન થશે અને રાજકોટમાં સ્વાસ્થ્ય જાગૃતતા રેલી સવારે ૮ કલાકે શાસ્ત્રી મેદાનથી શરૂ થશે અને સોરઠીયાવાડી સર્કલ ખાતે પૂર્ણ થશે.
આ રૂપાંતરણ યાત્રાનો મુખ્ય ઉદેશ ભારત દેશને રોગ મુક્ત ભારત બનાવવું જે અંતર્ગત લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે એજ છે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે થી રૂપાંતરણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળામાં સ્વાસ્થ્ય ક્રાંતિ, વ્યસન મુક્તિ, રક્તદાન શિબિર તેમજ આરોગ્ય પરિક્ષણ અને રસાયણ મુક્તિ ખેતી અને હાઈઝીન કેમ્પેઈન અંગે માર્ગદર્શન વગેરે સેવાકીય પ્રવૃતિનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે બાળકો માટે ગેમ ઝોન, ફુડ ઝોન, વગેરે સાંસ્કૃતિક સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ રૂપાંતરણ યાત્રામાં અંદાજીત ૮ હજાર થી વધુ લોકો જોડાશે અને મહારક્તદાન શીબીરમાં અંદાજીત ૧ હજાર લોકો બ્લડ ડોનેશન કરી સેવાનું કાર્ય કરશે. તેમ સંસ્થાના આગેવાનોએ જણાવ્યું છે.
રૂપાંતરણ મેળો કંકોત્રી પાર્ટી લોન્સ કોઠારીયા મેઈન રોડથી રેલ્વે ક્રોસીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ સેલડયા, હરેશભાઈ ઠુમ્મર, કિરણભાઈ વાઘેલા, મુકેશભાઈ માથુકીયા, વીઠ્ઠલભાઈ ચાવડા, જીતુભાઈ જીંજાડા, વસંતભાઈ જાદવ, રસિકભાઈ ઉતેળીયા, જીતેન્દ્ર મહિડા, ગોબરભાઈ હાડીયા, ધીરૂભાઈ વઘાસીયા અને અન્ય મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:51 PM IST)










