News of Thursday, 18th September 2025
નવરાત મંડળી ગરબામાં સૂર્યાસ્તના સૂરથી સૂર્યોદયના તાલ સુધી ઢોલ-શરણાઈના સૂર ગુંજશે
બાંબુ અને વામ લાઈટના કલ્ચર પર આધારિત ડેકોરેશનઃ એન્ટ્રી ગેટ, માતાજીનો પંડાલ બેંગ્લોર સ્ટાઈલમાં બનાવાયો રાજકોટમાં પ્રથમ વખત પરંપરાગત મંડળી ગરબાનું આયોજનઃ ડીજેના બદલે પરંપરાગત લોકવાદ્યો ઢોલ, તબલા અને શરણાઇના શુધ્ધ સંગીત ઉપર ગાયકોના સથવારે મંડળી ગરબા પિરસાશે

રાજકોટઃ આ વર્ષની નવરાત્રિમાં ગુજરાતભરમાં મંડળી ગરબાનો ક્રેઝ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમા પહેલીવાર આધુનિકતા અને પરંપરાનું અનોખું મિશ્રણ પૂラરું પાડતા મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અત્યંત લોકપ્રિય બનેલા આ મંડળી ગરબા હવે રાજકોટના યુવા હૈયાઓને પણ ડોલાવવા તૈયાર છે.
‘નવરાત મંડળી ગરબા-૨૦૨૫ નામથી આયોજીત આ ઈવેન્ટમાં સૂર્યાસ્તન સુરથી સૂર્યોદયના તાલ સુધી જીવંત ઢોલ અને શરણાઈના સૂર સાથે ગરબા રમાશે, જે ગરબાપ્રેમીઓ માટે એક અનોખો અને યાદગાર અનુભવ બની રહેશે.
આ મંડળી ગરબાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડીજેના શક્તિશાળી અવાજને બદલે પરંપરાગત લોકવાદ્યો- ઢોલ, તબલા અને શરણાઈના શુદ્ધ સંગીત પર આધારિત છે. આ વાદ્યોનો અવાજ એક અનોખી ઉર્જા અને પરંપરાગત વાતાવરણ ઉભું કરે છે, જે આજની યુવા પેઢીને સાચી ગુજરાતી સંસ્કૃતિ અને સંગીત સાથે જોડે છે. ઈવેન્ટમાં પ્રખ્યાત ગાયિકા દેવલબેન ગઢવી અને સંસ્કાર ઢોકિયા પોતાના સુમધુર અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે.
આયોજકો આ ઈવેન્ટને રાજકોટની પ્રથમ શેરી સ્ટાઈલ ગરબા તરીકે પ્રમોટ કરી રહ્યા છે. જેનો ઉદે્શ્ય લોકોને જૂની શેરી ગરબાની યાદ અપાવવાનો છે. આયોજન સ્થળ તરીકે વિશ્વા પાર્ટી લોન્સ, ન્યુ ૧૫૦ ફિટ રીંગ રોડ, રાજકોટ પસંદ કરવામાં આવ્યું છે. જ્યાં સજાવટમાં સંપૂર્ણ પરંપરાગત થીમનો ઉપયોગ થશે. પ્રવેશદ્વારથી લઈને ગરબાના મેદાન સુધીનું ડેકોરેશન ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે.
બાંબુ અને વામ લાઈટના કલ્ચર પર આધારિત ડેકોરેશન પરંપરાગત બાબુ થફીમ પરનું કલ્ચરલ એન્ટ્રી ગેટ માતાજીનો પંડાલ બેંગ્લોર સ્ટાઈલમાં ડિઝાઈન ૪ હજારથી ૫ હજાર ખેલૈયાઓની ગ્રાઉન્ડ કેપેસિટી આ બધું મળીને ઈવેન્ટ એકદમ ભવ્ય અને પરંપરાગત માહોલ ઉભો કરશે. આ ગરબાનું આયોજન વાયએજે ઈવેન્ટ્સ એન્ડ એન્ટરપ્રાઈઝ દ્વારા અને ધ પ્લાનર્સ ઈવેન્ટ્સના કોન્સેપ્ટ હેઠળ કરવામાં આવ્યું વછે. ઓનિક્સ રિન્યુએબલ એનર્જી આ ઈવેન્ટ અને ગ્લોબલ પબ્લિસિટીના સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
વધુ માહિતી માટે (મો.૭૮૭૮૦ ૯૮૪૮૪) (મો.૭૮૭૮૦ ૪૮૯૮૯)
(10:29 AM IST)










