<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

નરેન્‍દ્રભાઈ સોલંકીના નેતૃત્‍વમાં રવિવારે કડિયા સમાજનો ભવ્‍ય સરસ્‍વતી સન્‍માન સમારોહઃ હજારોની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓનું સન્‍માન કરાશે

સન્‍માન સમારોહ તા. ૨૧ રવિવારના સવારે ૮-૩૦ કલાકે, બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે : ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ, ગુ.ક્ષ.કડિયા શ્‍યામવાડી ટ્રસ્‍ટ, મોહન માંડણ વિદ્યાર્થી બોર્ડીંગ, ગુ.ક્ષ.કડિયા વિદ્યાર્થી મંડળ, ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ પ્રગતી મંડળ, સાંસ્‍કૃતીક અને રમતગમત સમિતિ દ્વારા ગુ.ક્ષ. કડિયા સમાજના દરેક વર્ગના દરેક લોકોને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ : ત્રિવેણી સંગમઃ દરેક ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાકા પૂંઠાના ૧૫૦ પેજના ૯ ચોપડાનો સેટ તથા સ્‍કૂલ બેગ અર્પણ કરાશેઃ દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ, ઇનામ અને સન્‍માનપત્ર આપી બહુમાનિત કરાશે

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ, ગુ.ક્ષ.કડિયા શ્‍યામવાડી ટ્રસ્‍ટ, મોહન માંડણ વિદ્યાર્થી બોર્ડીંગ, ગુ.ક્ષ.કડિયા વિદ્યાર્થી મંડળ, ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ પ્રગતી મંડળ, સાંસ્‍કૃતીક અને રમતગમત સમિતિ દ્વારા ગુ.ક્ષ. કડિયા સમાજના દરેક વર્ગના દરેક લોકોને ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ

ત્રિવેણી સંગમઃ દરેક ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાકા પૂંઠાના ૧૫૦ પેજના ૯ ચોપડાનો સેટ તથા સ્‍કૂલ બેગ અર્પણ કરાશેઃ દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ, ઇનામ અને સન્‍માનપત્ર આપી બહુમાનિત કરાશે

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ તેમજ સંલગ્ન સંસ્‍થાઓ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્‍કર્ષ અને પ્રોત્‍સાહન માટે આગામી તા.૨૧ સપ્‍ટેમ્‍બર રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ ખાતે ભવ્‍ય 'સરસ્‍વતી સન્‍માન સમારોહ'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

જ્ઞાતિ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (નરેન્‍દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ)ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનારા આ કાર્યક્રમમાં ચોપડા વિતરણ, શિલ્‍ડ વિતરણ અને ઈનામ વિતરણનો ત્રિવેણી સંગમ રચાશે.

કાર્યક્રમનો મુખ્‍ય હેતુ અને સ્‍વરૂપઃ આ સરસ્‍વતી સન્‍માન સમારોહનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરવાનો અને તેમને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક ધોરણના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે પાકા પૂંઠાના ૧૫૦ પેજના ૯ ચોપડાનો સેટ તથા સ્‍કૂલ બેગ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ અને સન્‍માનપત્ર આપીને બહુમાનિત કરવામાં આવશે. દર વર્ષે આયોજિત થતા આ કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સહિત આશરે ૫૦૦૦ લોકો ઉપસ્‍થિત રહે છે, જે સમાજમાં શિક્ષણ પ્રત્‍યેની જાગૃતિનું પ્રતિક છે.

શિક્ષણ થકી સામાજિક ક્રાંતિઃ જ્ઞાતિ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીએ જણાવ્‍યું હતું કે, સમાજ શિક્ષિત, દીક્ષિત તેમજ સંગઠિત હોય તે આજની તાતી જરૂરીયાત છે. સમાજને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ઊંચાઈઓ પર પહોંચાડવો તે આપણું કર્તવ્‍ય છે. છેલ્‍લાં ઘણાં વર્ષોથી સમાજ દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ફળસ્‍વરૂપે, મુખ્‍યત્‍વે બાંધકામ વ્‍યવસાય પર આધારિત કડિયા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે. આજે સમાજમાંથી ડોક્‍ટર્સ, એન્‍જિનિયર્સ, એડવોકેટ્‍સ, સોફટવેર એન્‍જિનિયર્સ અને સરકારી અધિકારીઓ જેવા પ્રોફેશનલ્‍સ તૈયાર થઈ રહ્યા છે, જે સમાજની પ્રગતિ દર્શાવે છે.

ભવ્‍ય આયોજન અને સહયોગઃ આ મેગા સરસ્‍વતી સન્‍માન સમારોહને સફળ બનાવવા માટે શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના આગેવાનો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ, શ્રી શ્‍યામ વાડી ટ્રસ્‍ટ, શ્રી મોહન માંડણ વિદ્યાર્થી બોર્ડિંગ, શ્રી ગુ.ક્ષ. કડિયા વિદ્યાર્થી મંડળ, શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ પ્રગતિ મંડળ અને શ્રી સાંસ્‍કૃતિક અને રમતગમત સમિતિ જેવી તમામ સંસ્‍થાઓ તન-મન-ધનથી સહયોગ આપી રહી છે. સમાજના દાતાશ્રીઓ પણ આ ભગીરથ કાર્યમાં ઉદાર હાથે દાન આપી રહ્યા છે.

કાર્યક્રમના દાતાશ્રીઓઃ આ ભગીરથ કાર્યમાં ભાનુબેન જગદીશભાઈ સાપરીયા (હ.વિમલભાઈ સાપરિયા), શ્રી ભુપતભાઈ પરમાર (સુમન કન્‍ટ્ર), નરેન્‍દ્રભાઈ મગનભાઈ સોલંકી (પ્રમુખ), અશોકભાઈ સોલંકી, ભાર્ગવભાઈ સોલંકી, શ્રી રામ ગ્રુપ, હેમરાજભાઈ કાચા, રાજુભાઈ ટાંક, પરેશભાઈ ગોહેલ, શાંતિભાઈ પોરીયા, આશિષભાઈ ટાંક, પંકજભાઈ રાઠોડ, કિશોરભાઈ પરમાર, દેવજીભાઈ રાઠોડ, નરસિંહભાઈ સવાણી, અજયભાઈ કાચા, ડો. કેતન કાચા, મનોજભાઈ મારૂ, રવજીભાઈ મકવાણા, બકુલભાઈ સોલંકી, નારણભાઈ રાઠોડ, ગોરધનભાઈ જાવીયા, બ્રિજેશભાઈ કાચા, સંજયભાઈ ટાંક, જીતેન્‍દ્રભાઈ ચોટલીયા, જયંતભાઈ ગાંગાણી, પરેશભાઈ મારૂ (એડવોકેટ), હસમુખભાઈ ગોહેલ (એડવોકેટ), ચિરાગ મનાણી (એડવોકેટ), બીપીનભાઈ ટાંક (એડવોકેટ), નરેન્‍દ્રભાઈ રાઠોડ, કાંતિલાલ પરમાર, ભરતભાઈ રત્‍નાણી, ડો. સંદીપભાઈ મારૂ, ડો.અશોકભાઈ રાઠોડ, ડો.કેતન સાપરીયા, ડો.નરેશભાઈ સાપરીયા, ડો. ભગવાનજીભાઈ સોલંકી, હસમુખભાઈ કાચા, વિનુભાઈ ટાંક, મનુભાઈ મારૂ, જશ્‍મીનભાઈ પરમાર, પ્રકાશભાઈ (પ્રિયા સરફેસ), નંદલાલભાઈ ચાવડા, કાંતિલાલ ચાવડા, રાકેશભાઈ ગાંગાણી, હિતેષભાઈ રાઠોડ, આશીષભાઈ ગાંગાણી, દિનેશભાઈ જાવીયા (પત્રકાર), પ્રકાશભાઈ ગાંગાણી, જયદીપભાઈ કાચા, રવિકુમાર વાઘેલા, હરીભાઈ પરમાર, દિલીપભાઈ સોલંકી, મંથનભાઈ સોલંકી, ડિમ્‍પલબેન અનીલભાઈ સાપરીયા, ચેતનભાઈ સાપરીયા, મનીષભાઈ ચોટલીયા, પ્રવિણભાઈ મારૂ, દીપકભાઈ કાચા, રમણીકભાઈ રાઠોડ, દિલિપભાઈ કાચા, વિશાલભાઈ ચોટલીયા, સુરેશભાઈ પરમાર, રસીકભાઈ કાચા, દિલીપભાઈ પરમાર, ધમેન્‍દ્રભાઈ રાઠોડ, મુન્નાભાઈ (હરીઓમ જાંબુ), જયદિપભાઈ સોલંકી, અશ્વીનભાઈ કાચા, ધર્મેન્‍દ્રભાઈ કુકડીયા, અમૃતલાલ વાઘેલા, કેતનભાઈ કાચા, કેતનભાઈ સાપરીયા, હિતેનભાઈ સાપરા, અશોકભાઈ રાઠોડ, દિનેશભાઈ જાવીયા, વિશાલભાઈ ગોહેલ, સુભાષભાઈ (શિલ્‍પ આર્ટ), શાંતીલાલ વરુ, ધવલભાઈ સોલંકી, શૈલેષભાઈ ગોહેલ, કલ્‍પેશભાઈ રાઠોડ, નિશાબેન મકવાણા, હંસાબેન સાપરીયા, ભાવીકભાઈ વાઘેલા, હિરેનભાઈ ટાંક, ધર્મેશભાઈ સાપરા, સ્‍વ. કિરીટભાઈ રાઠોડ, કાંતીલાલ રાઠોડ, કરશનભાઈ ગાંગાણી, પ્રવિણભાઈ રાઠોડ, હરસુખભાઈ ચોટલીયા, પ્રકાશભાઈ સાપરીયા, હરિભાઈ ટાંક, ભગવાનજીભાઈ ચાવડા, અશોકભાઈ ટાંક, દિલીપભાઈ ગાંગાણી (એડવોકેટ), પિયુષ ટાંક (એડવોકેટ), સંધ્‍યા રાઠોડ (એડવોકેટ), જયંતિલાલ ચૌહાણ (એડવોકેટ), મનસુખભાઈ ટાંક, રતીભાઈ ટાંક, દર્શનભાઈ મારૂ, દિલીપભાઈ મકવાણા, અતુલભાઈ વાઘેલા, વિપુલભાઈ મકવાણા, રશ્‍મીનભાઈ કાચા, રાજુભાઈ કાચા અને મનસુખભાઈ કાચા સહિતના અનેક દાતાઓએ સહયોગ આપ્‍યો છે.

 કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર અગ્રણીઓઃ આ કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્‍યસભાના સાંસદો શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મયંકભાઈ નાયક, શ્રી કેશરીદેવસિંહ ઝાલા, રાજ્‍ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી રાધવજીભાઈ પટેલ, શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરા, શ્રી જગદીશભાઈ પંચાલ, સૌરાષ્ટ્ર-કચ્‍છ ભાજપ પ્રવક્‍તા શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍યશ્રીઓ શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, ડે. મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન શ્રી જૈમીનભાઈ ઠાકર, મહામંત્રીઓ શ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, શ્રી અશ્વીનભાઈ મોલીયા તેમજ ય્‍લ્‍લ્‍ના પદાધિકારીઓ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.( 

(3:49 PM IST)