<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

શરતભંગ બદલ વાવડી-નવાગામ-ધોરાજી તથા ઉપલેટાના વધુ ૬ આસામીઓને ૨૪ લાખનો દંડ ફટકારતા કલેકટર

વાવડીના એક આસામીને ૧૩ લાખનો દંડઃ શરતભંગ કેસોમાં ૧૫ દિ'માં કૂલ બે ડઝન સામે કાર્યવાહી

રાજકોટ, તા.૧૮: રાજકોટ કલેક્‍ટર ડો.ઓમ પ્રકાશે શરતભંગ બદલ વધુ ૬ આસામીઓને રૂ. ૨૪.૫૦ લાખનો દંડ ફટકાર્યો છે. કલેક્‍ટર ઓમ પ્રકાશ દ્વારા સરકારી જમીન અને સત્તા પ્રકારની જમીનના શરતભંગના કેસોમાં કડક કાર્યવાહી ચાલી રહી છે. કલેક્‍ટર દ્વારા વધુ છ આસામીઓને શરતભંગ બદલ કુલ રૂ. ૨૪,૫૦,૫૬૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે, જેમાં વાવડી, નવાગામ, ધોરાજી અને ઉપલેટાના કેસનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ છ કેસોમાં જમીનનો બિનઅધિકળત રીતે વ્‍યાપારી અને વાણિજ્‍યિક ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યવાહીમાં સૌથી મોટો દંડ વાવડી ગામના એક આસામીને લાગુ પડ્‍યો છે, જેમને ઉદ્યોગ માટે ફાળવેલી જમીન પર વાણિજ્‍યિક પ્રવળત્તિઓ કરતા રૂ. ૧૩ લાખનો દંડ ભરવાનો આદેશ થયો છે.

કલેક્‍ટર કચેરીના સૂત્રોએ જણાવ્‍યું કે, સરકારી જમીનનો બિનઅધિકળત ઉપયોગ અટકાવવા અને નિયમોનું પાલન સુનિヘતિ કરવા માટે આ ઝુંબેશ ચાલુ રહેશે. અન્‍ય કેસોમાં ધોરાજી-૬, નવાગામ-૨, ઉપલેટા-પાનેલી મોટી અને ધોરાજી-સુપેડીના આસામીઓને પણ તેમની માલિકીની જમીન પર શરતભંગ કરતા જુદી જુદી રકમનો દંડ ફટકારવામાં આવ્‍યાનું અધીકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(4:18 PM IST)