News of Thursday, 18th September 2025
આવી રહી આસોની અજવાળી રાત...અંબિકા પાર્ક ગરબી
મંડળમાં પ્રેકટીસનો ધમધમાટ

શહેરના રૈયારોડ સ્થિત અંબિકા પાર્ક દ્વારા ત્રણ-ત્રણ દાયકાથી પ્રાચીન ગરબીના આયોજન થકી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. અહીંના બાળાઓ-બાળકો દ્વારા રજુ કરાતા અવનવા રાસ વર્ષોથી શહેરીજનોમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યુ છે. ઉપરોકત તસવીરોમાં વિવિધ ગ્રૂપની બાળાઓ તથા બાળકો દ્વારા રાસની પ્રેકટીસ કરવામાં આવી રહી છે. અંબિકા પાર્ક ફલેટ હોર્લ્ડસ એસોસીએશનના ચેરમેન યશવંતભાઇ ભટ્ટ,પ્રમુખ પ્રતાપભાઇ વોરા, ઉપપ્રમુખ હસુભાઇ ભગદે, સેક્રેટરી વિમલભાઇ ત્રિવેદી, ખજાનચી ધર્મેશભાઇ શાહના માર્ગદર્શન હેઠળ આત્મીય યુવા ગ્રૂપ તથા આત્મજા મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહયું છે. બાળાઓ-બાળકોને તૈયાર કરવામાં સોસાયટીના બહેનો-યુવાનો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:38 PM IST)










