<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

શુક્રવારે સમસ્‍ત કોળી સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રી

સહિયરના રેસકોર્ષના ગ્રાઉન્‍ડમાં ૭ હજાર ખેલૈયાઓ રાસગરબાની રમઝટ બોલાવાશેઃ પાસ મેળવી લેવા

 રાજકોટઃ જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા સમસ્‍ત કોળી સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રી રાસોત્‍સવ તા. ૧૯ શુક્રવારે સાંજે ૭  વાગ્‍યાથી કલાક સહિયર રાસોત્‍સવના ગ્રાઉન્‍ડમાં રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે શાહી જાજરમાન આયોજન કરવામાં આવ્‍યુ છે. આ ભવ્‍ય રાસોત્‍સવમાં નામી અનામી ફિલ્‍મી કલાકારો, નિર્માતાઓ, ટીક-ટોક સ્‍ટાર, કોમેડી સ્‍ટાર, યુ-ટયુબર્સ તેમજ નામાંકિસ ગાયક કલાકારો સાથે મળીને રાસોત્‍સવમાં રંગ જમાવશે.

સહિયર રાસોત્‍સવની સમગ્ર ટીમના સથવારે ફોરેનર યુવક-યુવતીઓ આ રાસગરબામાં ભાગ લેશે. પ્રિન્‍સ-પ્રિન્‍સેસ વિજેતાને કલર ટીવી તેમજ વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સરપ્રાઇઝ ગીફટ આપવામાં આવશે. ૭ હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્‍યવસ્‍થા, અદભૂત સાઉન્‍ડ સિસ્‍ટમ, રોયલ ફેમીલી માટે આઇપી વ્‍યવસ્‍થા, સિકયુરીટી ગાર્ડ અને બાઉન્‍સરનો બંદોબસ્‍ત રાખવામાં આવેલ છે. સ્‍થળ પર ટોકન દર તમામ દાંડીયારાસ કલાસીસના ખેલૈયાઓ માટે ટોકન દરે પાસ મળશે.

રાસોત્‍સવને સફળ બનાવવા માટે જય વેલનાથ યુવા મંચના અધ્‍યક્ષ દેવભાઈ કોરડીયાના નેતૃત્‍વ હેઠળ મુખ્‍ય આયોજક ટીમ, સહ આયોજક કમીટી જહેમત ઉઠાવી રહયા છે. અગાઉ પાસ મેળવવા માટે ૯૦૩૩૫૧૮૯૦૯, ૯૮૨૫૮૩૩૩૬૧, ઉપર સંપર્ક કરી શકાશે તેમ જય વેલનાથ યુવા મંચ ભવ્‍ય રાસોત્‍સવ ટીમની અખબાર યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:43 PM IST)